રેલવે ટ્રેક પર આવી મોતની છેલ્લી કોલ, BJP આદિજાતિ મોરચા પ્રમુખનો ડ્રાઈવર ટ્રેન નીચે કચડાયો

ફોન પર વાત કરતા કરતા યુવક રેલવે ટ્રેક પર ચઢી ગયો, ટ્રેનના ડ્રાઈવરે વ્હીસલ મારતા ધ્યાન ન આપ્યું, કચડાતા મોત

 • Last Call Of Death AT Railway Track, The Youth Crushed Below Speedy Train

  નડિયાદ: ડાકોરના ખાનગી રિસોર્ટ ખાતે ભાજપ દ્વારા છ લોકસભા બેઠકની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં દાહોદ જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ પણ આવ્યાં હતાં. જોકે, તેઓ બેઠકમાં હતાં તે દરમિયાન તેમનો કાર ચાલક મોબાઇલ પર વાતો કરતાં રેલવે ટ્રેક પર ચડી ગયો હતો અને આણંદ દાહોદ મેમુ ટ્રેનની હડફેટે આવી જતાં મોત નિપજ્યું હતું.

  વાત કરતા કરતા રેલવે ટ્રેક પર ચઢી ગયો

  ડાકોર ખાતે ભાજપની બેઠકમાં દાહોદ જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ સુનિલભાઈ હઠિલાએ ભાગ લીધો હતો. જેઓ મંગળવાર સવારે તેમના કાર ચાલક મહેશ રમુભાઈ તડવી (ઉ.વ.35, રહે. પારેવા, તા. જાલોદ, જિ. દાહોદ) સાથે આવી પહોંચ્યાં હતાં. સુનીલભાઈ બેઠકમાં ભાગ લેવા ગયાં તે દરમિયાન મહેશને કોઇનો મોબાઇલ પર કોલ આવ્યો હતો. જેની સાથે ચાલતા ચાલતા વાતચીત શરૂ કરી દીધી હતી. દરમિયાનમાં તે નજીકના રેલવે ટ્રેક પર ચડી ગયો હતો. આ સમયે આણંદ દાહોદ મેમુ ટ્રેન ત્યાંથી પસાર થઇ હતી અને ટ્રેન હડફેટે ચડી ગયો હતો. જેને કારણે સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું.

  વ્હીસલ વગાડી છતાએ ધ્યાન ન આપ્યું

  આ અંગે આણંદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રેન ડ્રાઇવરે અનેક વ્હીસલ મારી હતી. આમ છતાં મહેશ મોબાઇલ પર વાતચીતમાં વ્યસ્ત હોવાથી વ્હીસલ પર ધ્યાન આપ્યું નહતું અને ટ્રેન હડફેટે ચડી ગયો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: