રેલવેનો સમય બદલાયો: પશ્ચિમ રેલવેએ વધુ એક વખત ટ્રેનના અવર જવરના સમયમાં પરિવર્તન કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રતલામ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા
  • રેલવેતંત્ર દ્વારા એક પછી એક ટ્રેનો બંધ કરવાનો સિલસિલો યથાવત્ ચાલી રહ્યો છે

કોરોના કાળમાં સમગ્ર વિશ્વ સહિત ભારતની અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી જવા પામી છે. લગભગ દોઢ વર્ષ ઉપરાંતના સમયથી ભારત કોરોના સંકટથી ઝઝુમી રહ્યો છે. કોરોના કાળમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય રેલના પૈડાં થંભી ગયા હતા. જોકે લોકડાઉન બાદ રેલવે તંત્ર દ્વારા કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે કેટલીક ટ્રેન શરૂ કરવામાં આવી છે. જોકે કોરોના કાળમાં વિવિધ ઝોનમાં ચાલી રહેલી ટ્રેનોમાં મુસાફરોનો ટ્રાફિક ન મળતા રેલવેતંત્ર દ્વારા એક પછી એક ટ્રેનો બંધ કરવાનો સિલસિલો યથાવત્ ચાલી રહ્યો છે.

સુપરફાસ્ટ એક્સપ્રેસના સમયમાં આગામી 27 મે થી ફેરફાર

ત્યારે કોરોના કાળમાં લોકોના જીવનમાં બદલાવની સાથે રેલવે તંત્રએ પણ વિવિધ ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યા છે. ત્યારે વાત કરીએ રતલામ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયમાં અગાઉ પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા વધુ એક ટ્રેનના અવરજવરમાં મોટો ફેરફાર થયાનું રેલવેતંત્ર દ્વારા જાણવા મળેલ છે. માહિતી પ્રમાણે દિલ્હી મુંબઈ રૂટ પર છેલ્લા ઘણા વર્ષોથી નોનસ્ટોપ હાઉસફુલ જતી 02903/04 ગોલ્ડન ટેમ્પલ મેઈલ (ફ્રન્ટીયર મેલ ) સુપરફાસ્ટ એક્સપ્રેસના સમયમાં આગામી 27 મે થી ફેરફાર થઇ રહ્યો છે.

બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે અમૃતસર ખાતે પહોંચે

આ ટ્રેન તારીખ 27 મેથી દરરોજ મુંબઈથી 18.45 વાગ્યે ઉપડી મધરાત્રીના 1:38/01:40 દાહોદ ખાતે પહોંચશે. તેમજ 02:04 મેઘનગર, 03:30/03:45 રતલામ તેમજ 04:23/04:28 વાગ્યે નાગદા થઇ બીજા દિવસે 23:35 વાગ્યે અમૃતસર ખાતે પહોંચશે. જયારે પરત આ ટ્રેન અમૃતસરથી 19:00 ઉપડી બીજા દિવસે બપોરે રતલામ મંડળના નાગદા 13.40/1342 રતલામ 14:15/25, મેઘનગરમાં 15:26/15:298 તેમજ 15:52/15:54 વાગ્યે દાહોદ ખાતે પહોંચશે. તેમજ બીજા દિવસે 23:45 વાગ્યે આ ગાડી મુંબઈ સેન્ટ્રલ ખાતે પહોંચશે, અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી રાતના 09:40 વાગ્યે ઉપડી વહેલી સવારે 05:20 રતલામ મંડળના દાહોદ, 5:43 મેઘનગર તેમજ 07:05 વાગ્યે રતલામ ખાતે ઉભી રહે છે. તેમજ બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે અમૃતસર ખાતે પહોંચે છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: