રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (R.B.I.) એલર્ટ : Anydesk (એનીડેસ્ક) એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા નહીં તો બેંક ખાતુ ખાલી થઈ જશે

 
 
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવે છે કે જો તમે સોશિયલ મીડિયા કે પછી અન્ય કોઈ માધ્યમથી એક મોબાઇલ એપ AnyDesk (એનીડેસ્ક) ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવે તો ક્યારેય ન કરવો જોઇએ હકીકતમાં આ એપ ડાઉનલોડ કર્યા પછી તમારું બેન્ક એકાઉન્ટ ગમે ત્યારે ખાલી થઈ શકે છે.
ભારતીય રિઝર્વ બેંકે આ મામલે એક ચેતવણી જાહેર કરી છે, AnyDesk (એનીડેસ્ક) એક એવું સોફ્ટવેર છે જે તમારા મોબાઈલ કે લેપટોપ મારફતે બેંક એકાઉન્ટની લેવડદેવડ કરે છે. ભારતીય રિઝર્વ બેંકે આ એપ ડાઉનલોડ કરવા માટે એક ચેતવણી જાહેર કરી છે RBI નું કહેવું છે કે આ એપ ડાઉનલોડ કર્યા પછી ડિવાઇસ પર કોઈ કન્ટ્રોલ રહેતો નથી.
સાઇબર અપરાધિઓ આના મારફતે વિશ્વની કોઈપણ જગ્યાએથી ડિવાઇસથી રિમોટલી એક્સેસ કરીને બેંકનું ખાતું સાફ કરી શકે છે. UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ સિસ્ટમ) મારફતે વધતી છેતરપીંડીના પગલે RBI એ લોકોને જાગૃત કરવાના પગલાના ભાગરૂપે આ ચેતવણી જાહેર કરી છે.
આ AnyDesk (એનીડેસ્ક) ડાઉનલોડ કર્યા પછી યુઝરના ડિવાઇસ પર એક નવ આંકડાનો કોડ જનરેટ થાય છે અને સાઇબર અપરાધી કોલ કરીને યુઝર પાસેથી બેંકના નામે આ કોડ માંગે છે અને કોડ મળી જાય એ પછી યુઝરનું ડિવાઇસ હેક કરીને તેનું બેંક ખાતું સાફ કરી નાખે છે.
મીડિયા દ્વારા આ બાબતે જનજાગૃતિ માટે અવાર નવાર સમાચારો પ્રસિદ્ધ કરી રહી છે. જે બાબતની લોકોએ ગંભીરતાથી લઈ નોંધ કરી આવું પોતાની સાથે ન થાય તેનું ધ્યાન રાખવું. અને તેના ભાગ રૂપે લોકોએ સજાગ રહેવું. બેંકના નામે આપની પાસેથી કોઈપણ પ્રકારનો નંબર જેમ કે PIN નંબર, CVV નંબર, ATM નો ૧૬ અંકવાળો નંબર કે બેંક એકાઉન્ટ નંબર વિગેરે માંગવામાં આવે તો તે આપવા નહીં અને આપને જે નંબર ઉપરથી ફોન આવે તે નંબરની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી.


Related News

Comments are Closed

%d bloggers like this: