રાહદારીને બાઇક ચાલકે અડફેટે લેતાં પગ ભાંગ્યો

  • અકસ્માત કરી બાઇક ચાલક ફરાર

દિવ્ય ભાસ્કર

Aug 06, 2020, 04:00 AM IST

દેવગઢ બારિયા. દેવગઢ બારિયા તાલુકાના કાપડી મન્દ્રેસાની બાજુમાં રહેતા તૈયબભાઇ યુસુભાઇ રાતડીયા તા.24મીના રોજ દે.બારિયા બજારમાં મજુરી કામે ગયા હતા અને મજુરી કરી કામ કરી બપોરના સમયે બજારમાંથી રોડે ચાલતા કાપડી તરફ આવતા હતા. તે દરમિયાન કબ્રસ્તાન નજીક જીજે-20-એકે-8704 નંબરની બાઇકના ચાલકે રોડ ઉપર ચાલતીને આવતા તૈયબભાઇને અડફેટમાં લઇ ટક્કર મારી પાડી દઇ ભાગી ગયો હતો. જેમાં તૈયબભાઇને જમણા પગે ફ્રેક્ચર તથા શરીરે સામાન્ય ઇજાઓ થતાં છકડામાં બેસાડી દે.બારિયા સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કર્યા હતા અને વધુ સારવાર માટે દાહોદ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.
આ સંદર્ભે ઇમરાન યુસુફભાઇ રાતડીયાએ દે.બારિયા પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: