રાહત: દાહોદ જિલ્લાના 215 ગામડાઓમાં નર્મદાના નીર પહોંચતા ગ્રામજનોને હાશકારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 890 કરોડના ખર્ચે તૈયાર થયેલી હાફેશ્વર યોજના 343 ગામડાઓને પીવાનું પાણી પુરું પાડશે દેવગઢ બારીયા અને છોટાઉદેપુર શહેરને પણ નર્મદાનું પાણી મળશે

દાહોદ જિલ્લામાં પીવાના પાણમી માટે વિવિધ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. ત્યારે હવે હાફેશ્વર યોજનાના માધ્યમથી નર્મદાના નીર જિલ્લાના 215 જેટલા ગામ સુધી પહોંચી ચુક્યા છે. આ યોજના અંતર્ગત દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કુલ 343 ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવશે અને તેનુ કામ મહદઅંશે પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. આમ આ યોજનાને કારણે ગામડાઓમાં પ્રવર્તતિ પીવાના પાણીની અછત નિવારી શકાશે.

નર્મદાના નીર હવે કચ્છ સુધી પહોંચી ચુક્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ હાફેશ્વર યોજના થકી ગામડે ગામડે નર્મદાના પાણી પહોંચી રહ્યા છે. રુપિયા 890 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ યોજના પીવાના પાણી મામલે જળ ક્રાંતિ લાવશે તેમ લાગી રહ્યુ છે. આ યોજના દ્રારા ગામડાઓમાં તો પાણી પહોંચાવાનુ જ છે તેની સાથે દેવગઢ બારીયા અને છેોટાઉદેપુર શહેરમાં પણ પીવાનું પાણી પુરુ પાડવામાં આવશે.

આ યોજના માંથી જ પાટાડુંગરી વિસ્તારમાં પણ એક નાની યોજના બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેના થકી દાહેદ તાલુકાના કતવારા સહિતના 42 ગામડાઓમાં પણ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે.આ સિવાય ગામડાઓમાં ચાર પાંચ ફળિયા દીઠ અક ટાંકી બનાવાશે અને ઘરે ધરે પાઇપ લાઇનથી કનેક્ટીવીટી આપીને નગ સે જલ યોજના સાકાર કરવાનુ પણ આયોજન કરવામાં આવ્યુ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

દાહોદ જિલ્લાના ઘણાં ગામડાઓમાં ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર અછત વર્તાય છે. જેથી મહિલાઓને મજલો સુધી દુર જઇને માથે બેડાં ઉંચકીને પાણી લાવવુ પડે છે. હવે ગરમીનો આરંભ થઇ ચુક્યો છે. ત્યારે હાફેશ્વર યોજના થકી જે 215 ગામડાઓમાં નર્મદાનું પાણી પહોંચી ચુક્યુ છે તે વિસ્તારમાં રાહત રહેશે તેમ લાગી રહ્યુ છે. બીજી તરફ આ ઉનાળે ફરીથી ટેન્કર સેવા શરુ કરાવવા રાજકારણીઓ પાણીની અછતના પોકારો પાડી ફરીથી સક્રિય થશે કે કેમ તે હાલ કહી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: