રાહત: દાહોદમાં દર રવિવારે વેપાર ધંધા ફરજીયાત બંધ, પરંતું આ રવિવારે રજામાંથી મુક્તિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • હોળી નિમિત્તે બજારો ખુલ્લા રાખવા સમાહરતા સંમત
  • ધૂળેટીએ ઉજવણી કે ઉજાણી નહી કરી શકાય

દાહોદ જિલ્લામાં કોરોનાને કારણે દર રવિવારે વેપાર ધંધા ફરજીયાત બંધ રાખવા કલેક્ટરે ફરમાન કર્યું છે, પરંતુ આ રવિવારે હોળી હોવાથી એક દિવસ પુરતી છુટ આપવામા આવી છે. જોકે, આ રજા બીજા દિવસે એટલે કે ધૂળેટી નિમિત્તે ફરજીયાત પાળવાની રહેશે. સમગ્ર દાહોદ જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા બજારોમાં સેનિટાઇઝેશનની કામગીરી સારી રીતે થઇ શકે એ માટે કલેક્ટર વિજય ખરાડીએ વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. પણ, આગામી હોળી અને ધૂળેટીના પર્વને અનુસંધાને વેપારીઓની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 28-03-2021ને રવિવારે આ એક દિવસ પૂરતું વેપારી પ્રવૃત્તિ કરવા માટે છૂટછાટ આપી છે.

રાજ્ય સરકાર દ્વારા મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવવા મંજૂરી આપી છે. આ ઉપરાંત, દાહોદ જિલ્લામાં ધૂળટી પર્વની વિશેષતા ધ્યાને રાખીને કલેક્ટરે છૂટ આપી છે. પરંતુ, તા.28ને રવિવારની રજા બીજા દિવસે તા. 29ના રોજ ધૂળટીના રોજ રાખવાની રહેશે. એટલે કે, તા. 29ના રોજ કોઇ પણ પ્રકારની વાણિજ્યક પ્રવૃત્તિ કરી નહીં શકાય. દાહોદવાસીઓ દર ધૂળેટીએ બપોર સુધી હોળી રમી સ્વચ્છ અને સ્વસ્થ થઈને સાંજે ખાણી પીણી માટે હોટેલ, રેસ્ટોરન્ટ કે લારીઓ પર ઉમટી પડે છે. ત્યારે આ ધૂળેટી કોરોના પ્રતિબંધને કારણે બેરંગ થઈ જ ગઈ છે. તેની સાથે બજારો બંધ રહેતા આ ધૂળેટીએ ઉજવણી કે ઉજાણી થઈ શકશે નહી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: