રાષ્ટ્રીય સૃજન અભિયાન અને રોટરી ક્લબ દાહોદના સંયુક્ત ઉપક્રમે દાહોદના રીધમ હાર્ટ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

PRAVIN PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરમાં આજ રોજ તા.૨૬/૧૧/૨૦૧૭ રવિવારે રાષ્ટ્રીય સૃજન અભિયાન દ્વારા દાહોદના રીધમ હાર્ટ હોસ્પિટલ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આશરે ૨૫ જેટલા દર્દીઓ હાજર રહ્યા હતા. અને આ દર્દીઓને ચેક-અપ કરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન રોટરી ક્લબ દાહોદ અને રાષ્ટ્રીય સૃજન અભિયાનના અધ્યક્ષ સી.વી.ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. જેમાં નરેશભાઇ ચાવડા, છોટુભાઇ બામણીયા, રોટરી ક્લબના પ્રમુખ કૈલાશભાઈ રાંગેરા, સચિવ દિવ્યપ્રભાબેન જોશી મહિલા સચિવના અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા અને આ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: