રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે સમગ્ર જિલ્લામાં ઉજવણી, ખુશાલી સાથે ધાર્મિક ઉન્માદ છવાયો
દિવ્ય ભાસ્કર
Aug 07, 2020, 04:00 AM IST
લીમખેડા. દુધીયામાં અયોધ્યા ખાતે રામમંદિરનો શિલાન્યાસ થતાં ભવ્ય ઉજવણી યોજાઇ
લીમખેડા. દુધીયા નગરમાં અયોધ્યા રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ થતા ખુશાલી સાથે ધાર્મિક ઉન્માદ છવાયો હતો. નગરજનોએ ગામના રામજી મંદિરમાં બપોરે ભગવાનને નવિન વસ્ત્રોથી સજાવી મહાઆરતી કરી નગરમાં રામધૂન સાથે ફેરી યાત્રા યોજી હતી.
રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમની ઉજવણી પગલે ગોધરામાં મહાઆરતી નું આયોજન
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિર ના ભૂમિ પૂજન કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ગોધરાના શ્રી રામજી મંદિર ખાતે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનથી સંજેલીમાં તાલુકામાં ખુશાલી છવાઇ
સંજેલી. 5મી ઓગસ્ટ બુધવારના રોજ અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ માટે થયેલા ભૂમિપૂજનના કાર્યકર્મથી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફટાકડા ફોડી ભૂમિપૂજનને વધાવ્યો હતો.
નાંદરખાના યુવા મંચ દ્વારા નવા રામ મંદિરનું ભૂમિપૂજન
નાંદરખા ગામના યુવા મંચ દ્વારા નવીન રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે જેનું ભૂમિ પૂજન મહાનુભવોનીના વરદ હસ્તે પ્રથમ ઈંટ મૂકી કરવામાં આવ્યું હતું.
ગોધરાની ગણેશ સોસા.માં દીવા પ્રગટાવવામાં આવ્યાં
અયોધ્યા ખાતે રામ મંદીરના ભૂમિ પુજનની ઉજવણીને અનુલક્ષીને ગોધરાની ગણેશ સોસાયટીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા
ગોધરાના ચોક આર્ટિસ્ટે ભગવાન રામની કૃતિ બનાવી
ગોધરાના ચોક આર્ટિસ્ટ જયેશ કુમાર સોમેશ્વર પ્રજાપતિએ અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરના ભૂમિ પૂજનને અનુલક્ષીને ચોકમાં ભગવાન શ્રી રામની કૃતિ તૈયાર કરી હતી.
કારસેવકોનું હિંદુ સંસ્કૃતિ સંવર્ધન સમિતિ દ્વારા સન્માન
પંચમહાલ જિલ્લામાંથી વર્ષ 1989થી 1992 દરમ્યાન કારસેવા કરવા ગયેલા કારસેવકોનું સન્માન હિંદુ સંસ્કૃતિ સંવર્ધન સમિતિ દ્વારા કરાયું હતું.
Related News
સમીક્ષા: દાહોદ જિલ્લાની સ્થિતિ અતિગંભીર થતાં મુખ્યમંત્રી 20 એપ્રિલે દાહોદની મુલાકાતે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કોરોનાની વકરતી સ્થિતિ: દાહોદમાં આખો દિવસ ઝાયડસથી સ્મશાન શબવાહિનીના ફેરા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed