રાબડાલમાં બાયપાસ ચોકડી પાસે બસ-કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઉજ્જૈનનો પરિવાર પુત્રીની સારવાર કરાવી પરત જતો હતો
  • અકસ્માતમાં મહિલા સહિત છને ગંભીર ઇજા પહોંચી

ઉજ્જૈનનો પરિવાર ગતરોજ પોતાની પુત્રીની દવા સારવાર કરવા માટે વડોદરા ખાતે ગયા હતા. પુત્રીની દવા સારવાર કરાવ્યા બાદ મંગળવારે સવારે વડોદરાથી પરત ઉજ્જૈન જવા માટે કારમાં નિકળ્યા હતા. ત્યારે દાહોદ નજીક રાબડાલમાં બાયપાસ ચોકડી ઉપર દાહોદથી અમદાવાદ જતી એસ.જી. બસ અને ઉજ્જૈનના પરિવારની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

જ્યારે કારમાં સવાર અન્ય છ લોકો જેમાં ચાર મહિલા અને બે મહિલાને ઇજાઓ થઇ હતી. જેમાં એક વ્યક્તિને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી અને બાકીના લોકોને શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ગાડીમાંથી કાઢી તાત્કાલિક 108 બોલાવી દાહોદના ઝાયડસ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બસ અને કારને નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બન્ને વાહનોને કબ્જે લઇ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને લઇ જવાઇ હતી.

0


Related News

Comments are Closed

%d bloggers like this: