રાત્રી કર્ફ્યૂ યથાવત: ગોધરા-દાહોદમાં 44 દિવસ બાદ દુકાનો આંશિક અનલૉક, સવારે 9 થી 3 દુકાનો ખુલ્લી રહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા, દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
ગોધરામાં દુકાનો ખુલતાં બજારમાં ચહલ પહલ - Divya Bhaskar

ગોધરામાં દુકાનો ખુલતાં બજારમાં ચહલ પહલ

  • રાત્રી કર્ફ્યૂ યથાવત, ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધુ હોવાથી હજુ બજારમાં મંદી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણને વધતું અટકાવવા ગુજરાત હાઈકોર્ટના લૉકડાઉનના સૂચન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા 7 અેપ્રિલથી રાજ્યમાં ગોધરા, દાહોદ સહિત 20 શહેરોમાં રાતના 8 થી સવારના 6 સુધીના કર્ફ્યૂ સહિતના નવા નિયમો સાથે અાંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગુજરાતના અન્ય 16 વધુ શહેરોનો સમવેશ કરી કુલ 36 શહેરોમાં પણ રાત્રી કર્ફ્યૂ સહિતના નવા પ્રતિબંધો અને અને નિયમો સાથે અાંશિક લોકડાઉન ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાના કેસોમાં અાંશિક ઘટાડો થતાં 44 દિવસ બાદ 21 મેથી 28 મે સુધી ગોધરા, દાહોદમાં અાંશિક અનલોક જાહેર કર્યુ છે.

જેમા લારી ગલ્લા સહિત તમામ વ્યાપારીઅોને કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરવાની શરતો સાથે સવારે 9 થી બપોરના 3 સુધી ધંધા રોજગાર ખુલ્લા રાખવાની છુટ અાપી છે. જેને લઇને ગોધરામાં વેપારીઅોમાં ખુશી જોવા મળી હતી. શુક્રવારે સવારે 9 કલાકથી દુકાનો સાથે બજારો ખુલ્યા હતા. બજારો ખુલતાની સાથે શહેરના માર્ગો ઉપર ચહલ પહલ શરૂ થઇ ગઇ હતી.

દાહોદમાં બજારો ખુલતાં ભીડના દૃશ્યો

દાહોદમાં બજારો ખુલતાં ભીડના દૃશ્યો

પરંતુ ગ્રામ્ય વિસતારમાં કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી પહેલા જેવી બજારમાં ગીર્દી જોવા મળી ન હતી. જોકે કેટલાક વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી અને જણાવ્યું હતું કે, ધંધાનો ખરો સમય સાંજનો હોય છે, ત્યારે સરકારે વધુ છૂટછાટ આપવી જોઈએે. શુક્રવારે દાહોદના તમામ નાનામોટા વ્યવસાય ખુલ્લા થતા બજારમાં ઠેકઠેકાણે ટ્રાફિકજામ સાથે દિવસો બાદ ચહલપહલ નોંધાતાં બજારની અસલ રોનક જોવા મળી હતી. જોકે, બપોરે ત્રણ વાગે દુકાનો બંધ થતાં બજારમાં પુનઃ સન્નાટો છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: