રાત્રિ કર્ફ્યૂને પગલે નિર્ણય: ગોધરા ST ડિવિઝને રાત્રિ દરમિયાન સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રીપો બંધ કરી, 7 ડેપોની 202 ટ્રીપો બંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા3 કલાક પહેલા

  • કૉપી લિંક
ગોધરા એસ.ટી. ડેપો - Divya Bhaskar

ગોધરા એસ.ટી. ડેપો

  • ગોધરા ડિવિઝનના 7 ડેપોમાં રાત્રે 8 વાગ્યા બાદ બસો પ્રવેશી શકશે નહીં

ગુજરાતમાં કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત બાદ હવે ગોધરા એસ.ટી. વિભાગ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાંજે 7 વાગ્યા પછી સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ જતી 202 ટ્રીપો બંધ કરવામાં આવી છે. ગોધરા એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક બી આર ડીંડોરે જણાવ્યું હતું કે, વિભાગના 7 ડેપોમાં રાત્રે 8 વાગ્યા બાદ બસો પ્રવેશી શકશે નહીં. સાથે જ મુસાફરોને રાત્રે 8 વાગ્યા બાદ ન નીકળવા માટેની એસ.ટી. વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગોધરા ડિવિઝનના 7 ડેપોની રાત્રિ દરમિયાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરી
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના મહામારીને પગલે ગુજરાતમાં વધી રહેલા કેસ પંચમહાલ જિલ્લાને ચિંતાજનક સ્થિતિમાં મૂક્યું છે. ગોધરા એસ.ટી. ડિવિઝન દ્વારા લાંબા રૂટની એક્સપ્રેસ બસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગોધરા ડિવિઝનના 7 ડેપોની રાત્રિ દરમિયાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, અમદાવાદ અને સુરત જેવા લાંબા રૂટની બસ બંધ કરવાનો નિર્ણય
ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા સંક્રમણને કાબૂમાં લેવા રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. ગોધરાના એસ.ટી. વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગોધરા એસ.ટી. ડિવિઝન દ્વારા સાંજે 7 વાગ્યા પછી લાંબા રૂટની એક્સપ્રેસ બસો, જેમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ અને સુરત જેવા લાંબા રૂટની બસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

7 ડેપોની રાત્રિ દરમિયાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે
ગોધરા ડિવિઝનના 7 ડેપોની રાત્રિ દરમિયાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે. આ તમામ બસો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી જ મુસાફરી માટે ચાલુ રાખવામાં આવશે. પંચમહાલ જીલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે. ગોધરા શહેરમાં પણ રાત્રિ કર્ફ્યૂ અમલી છે. ગોધરા વિભાગના 7 ડેપોમાં ગોધરા, હાલોલ કાલોલ, શહેરા, લુણાવાડા, સંતરામપુર દાહોદ ડેપોનો સમાવેશ થાય છે. સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્ર જેવા શહેરોને જોડતી સેવા બંધ કરવામા આવી છે.

ફરી એકવાર કોરોનાને કારણે ટ્રીપો બંધ થવાને કારણે ખોટ થઈ રહી છે
ગોધરા એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક બી આર ડીંડોર પાસેથી મળતી માહિતી અનુસાર 112 શિડયુલ અને 202 ટ્રીપ બંધ કરવામાં આવી છે. કોરોનાને કારણે લોકડાઉન થયુ ત્યારે પણ તેની સીધી અસર એસ.ટી. વિભાગને પડી હતી. ફરી એકવાર કોરોનાને કારણે ટ્રીપો બંધ થવાને કારણે ખોટ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: