રાજકારણ: ​​​​​​​દાહોદ નગરપાલિકાના કૉંગ્રેસના વધુ એક ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું, વોર્ડ નંબર 4માં કૉંગ્રેસ માટે કપરા ચઢાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મતદાનના 48 કલાક ઉમેદવારનો પક્ષપલટો કૉંગ્રેસના મહિલા ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું હતું ભાજપની એક બેઠક પહેલા જ બિનહરિફ થઈ ચૂકી છે

દાહોદ નગર પાલિકાની ચુંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.તેવા સમયે વોર્ડ નંબર-4માં કોંગ્રેસ માટે કપરાં ચઢાણ થઇ ગયા છે.કારણ કે મહિલા ઉમેદવારે પહેલા જ ફોર્મ પરત ખેંચી લીધું હતુ.ત્યારે જાહેર પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના સામાન્ય બેઠકના ઉમેદવારે પણ ભાજપાના ઉમેદવારને સમર્થન જાહેર કરી દેતાં કોંગ્રેસીઓમાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ નગર પાલિકામાં 1995થી ભાજપાનું શાસન છે.આ વખતે ભારતીય જનતા પક્ષ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય ચુંટણી યુધ્ધ લડાવાનુ છે.તારીખ 26 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 કલાકે જાહેર ચુંટણી પ્રચાર બંધ પણ થઇ ગયો છે ત્યારે હવે લોક સંપર્ક,વ્યક્તિગત બેઠકો તેમજ સોશ્યલ મિડીયા પર પ્રચાર પ્રસાર ચાલુ રહેશે. તેવા સમયે દાહોદ પાલિકાના વોર્ડ નં 4માં કોંગ્રેસની સ્થિતિ કફોડી થઇ ચુકી છે.કારણ કે આ વોર્ડના ઓબીસી મહિલા અનામત બેઠકના કોંગી ઉમેદવારે ફોર્મ પરત લઇ લેતાં ભાજપાની એક બેઠક બિનહરીફ જાહેર થઇ ચુકી છે.બીજી તરફ સામાન્ય પુરુષ ને બેઠક પર કોંગ્રેસ,ભાજપા,આપ અને અપક્ષ સહિતના ઉમેદવારો હતા જે અત્યાર સુધી રાત દિવસ પ્રચાર કરતા હતા.જેવો જાહેર પ્રચાર બંધ થવાનો હતો તે પહેલાં જ આ વોર્ડમાં કોંગ્રેસીઓને બીજો ઝટકો લાગ્યો છે.કારણ કે કોંગ્રેસના સામાન્ય પુરુષ બેઠકના ઉમેદવાર કૈલાસ માખીજાએ ભાજપાના ઉમેદવારને સમર્થન જાહેર કરી દીધુ છે.ભાજપાના ચુંટણી કાર્યાલયે જઇને કેસરિયો પણ ધારણ કરી લીધો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: