રાજકારણ: ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખનું ચૂંટણીમાં હાર પગલે રાજીનામુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરા40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તા.- જિ. પં.ની ચૂંટણીમાં કારમી હાર થતાં પગલું લીધું

ગુજરાત આખામા હાલજ તાલુકા પંચાયત જીલ્લા પંચાયતની ચુટણીઓના પરિણામો આવ્યા છે. જેમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયેલા જોવા મળ્યા છે. માંડ કયાક એકાદ બે જગ્યા પર જ કોંગ્રેસના ઉમેદવારોએ ખાતુ ખોલી પાર્ટીની ઇજ્જત સાચવી છે. આવી જ પરિસ્થિતિ ફતેપુરા તાલુકામા પણ બનવા પામી છે.

ફતેપુરા તાલુકાની છ જીલ્લા પંચાયત સીટો પર બધે જ ભાજપનુ કમળ ખીલ્યુ જે તાલુકાની 28 તાલુકા પંચાયતોમા 23મા ભાજપે મેદાન મારી પહેલાથી જ ફતેપુરા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાથી છીનવી લીધી છે. 28માથી માત્ર ત્રણ જગ્યા પર નામ માત્ર કોંગ્રેસની સીટો આવી છે. બે અપક્ષના ફાળે છે.

તાલુકા પંચાયત જીલ્લા પંચાયતોના પરિણામ બાદ કોંગ્રેસની કારમી હાર પગલે ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઇ પરમારે પોતે પ્રમુખ પદનો ત્યાગ કરી આ પદ પરથી દુર કરવા દાહોદ જીલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખને લૈખિતમા જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: