રાજકારણ: દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે શીતલબેન અને ઉપપ્રમુખ પદે સરતનભાઇ આરૂઢ થશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પદે શીતલબેન વાઘેલા પિતા સાથે તથા ઉપપ્રમુખ પદે બિરાજમાન સરતનભાઇ ચૌહાણ નજરે પડે છે.
- ઝાલોદ તાલુકાને પ્રથમ વખત જિ.પં.નું પ્રમુખ પદ મળ્યું, કોઇ દાવેદારી રજૂ ન થતાં બિનહરીફ રહેશે
દાહોદ જિલ્લાના પંચાયતની 50 બેઠકોમાંથી 43 બેઠકો કબજે કરીને ભાજપે કોંગ્રેસને કદી ન જોયલી હાર આપી હતી. જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતિ હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ મોવડી મંડળ માટે થોડોક પેચીદો પ્રશ્ન બની હતી. જોકે, તાલુકા પંચાયતોમાં પણ સ્પષ્ટ બહુમતિથી આ નિયુક્તિમાં અસંતોષ જોવા મળ્યો ન હતો.
જિ.પં.ના પ્રમુખ તરીકે ઝાલોદની વગેલા બેઠક ઉપરથી પ્રથમ વાર વીજેતા બનેલા શીતલબેન વાઘેલાને પ્રમુખ તરીકેનો તાજ પહેરાવાયો હતો, જ્યારે ઉપપ્રમુખ પદ માટે લીમખેડા તાલુકાની પસંદગી કરીને દુધિયા બેઠક ઉપરથી વીજેતા થયેલા સરતભાઇ ચૌહાણ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતની ચુંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત ઝાલોદ તાલુકાને જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ મળ્યુ છે.
મંગળવારે શીતલબેન અને સરતનભાઇએ દાવેદારી રજૂ કરી હતી. જોકે, તેમની સામે કોઇ દાવેદારી રજૂ ન થતાં બુધવારે બંનેને બિનહરીફ જાહેર કરાશે તેમ જોવાઇ રહ્યું છે. બંનેના મેન્ડેટ પણ આપી દેવાયાનું જાણવા મળ્યું છે. બંનેની બુધવારના રોજ જાહેરાત કરાશે.
દાહોદ જિ. પં.ના પ્રમુખ એમફીલ થયેલા છે, ઉપપ્રમુખ આચાર્ય હતા
દાહોદ જિ.પં.ના પ્રમુખ બનનારા 37 વર્ષિય શીતલબેન વાઘેલા પૂર્વ IPS બી.ડી વાઘેલાના પૂત્રી છે. તેઓ વિદ્યાનગર ભણ્યા હતાં અને સરદાર પટેલ યુનિ.થી તેઓ સમાજસાશ્ત્ર વિષયમાં એમફીલ થયેલા છે. તેમના પતિ અમદાવાદ ખાતે આરટીઓ તરીકે ફરજ બજાવે છે. શીતલબેને ચુંટણી વખતે આપેલા સોગંધનામા મુજબ તેમની પાસે દોઢ લાખ રોકડ અને 30 તોલા સોનુ છે અને તેમના નામે એક જમીન પણ છે જેની બજાર કિંમત 2.40 લાખ રૂપિયા છે.
ઉપપ્રમુખ બનનારા લીમખેડા રહેતા સરતનભાઇ ચૌહાણ 14 માર્ચ 1985 થી અગારા પ્રા.શાળા પગાર કેન્દ્રમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા.તેઓએ પાંચ વર્ષ સુધી લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખપદે તથા દાહોદ જિ. પ્રાથમિક શિક્ષક સંઘમાં 20 વર્ષ સુધી કાર્યાધ્યક્ષ તરીકે સેવા બજાવી છે. તેઓએ 12 ફેબ્રુઆરી 2021ના રોજ રાજકીય સેવાના ઉદ્દેશથી પોતાની ફરજ ઉપરથી શિક્ષણ વિભાગને રાજીનામું સુપરત કર્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed