રસ્તો બનવાની રાહમાં: ​​​​​​​ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બે વાર મંજૂર થવા છતાં બિસ્માર હાલત આ રસ્તા ઉપરથી દૈનિક મોટી સંખ્યામાં રાહદારીઓ તથા વાહનચાલકો પસાર થાય છે

ગુજરાત રાજ્યના રસ્તાઓ સરકાર દ્વારા પૂરી પડાતી સારી સુવિધા માટે વખાણાય છે.તેમજ રાજ્યમાંથી પસાર થતા સ્ટેટ તથા નેશનલ હાઈવે માર્ગો અન્ય રાજ્યોની સરખામણીમાં સારા કહી શકાય તેવા છે, પરંતુ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ વિતવા છતાં આજ દિન સુધી રસ્તાની સુવિધા ઉપલબ્ધ થઇ શકી નથી. તે પણ એક સર્વવિદિત બાબત છે. જેમાં સુખસર પાસે આવેલ સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના જાહેર માર્ગની હાલત જોતા સુવિધા હજી અનેક ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી શકી ન હોય તેમ જણાઈ રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પ્રત્યે સરકાર સહિત તેમના તંત્રોએ ધ્યાન આપવાની ખાસ જરૂર જણાઈ રહી છે.

ફતેપુરા તાલુકાના સુખસરને અડીને આવેલા રાવળના વરુણા માત્ર એકથી બે કિલોમીટરના અંતરે આવેલું ગામ છે. જ્યાં રાવળના વરૂણાથી સુખસર આવવા માટે ખારી નદીના પુલ પાસેથી રાવળના વરુણા સુધી ધૂળિયો માર્ગ વર્ષોથી આવેલો છે. તેમજ આ રસ્તા ઉપરથી રાવળના વરુણા, નાનાબોરીદા, નાની ઢઢેલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં તરફ જવા માટેનો ટુકો રસ્તો છે અને આ રસ્તા ઉપરથી દૈનિક નોંધ પાત્ર લોકોની અવરજવર રહે છે. તેમજ અનેક નાના વાહનો પણ અવર-જવર કરતાં હોય છે. તેમ છતાં આ રસ્તા પ્રત્યે સ્થાનિક લાગતા-વળગતા તંત્ર દ્વારા કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના લીધે ચોમાસા જેવા સમયમાં આ રસ્તા ઉપર કાદવ કીચડ થતા રાહદારીઓ તથા વાહન ચાલકો મોટી મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે આ રસ્તાને વહેલી તકે આર.સી.સી અથવા ડામર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: