રસીકરણ: 11554 લોકોને કો-વેક્સિનનો બીજો ડોઝ બાકી છતાં પખવાડિયા બાદ 2000 જ ડોઝ આવ્યા
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદના ગોદી રોડ વિસ્તારમાં વેકસીનેશન કેમ્પ યોજાયો હતો.
- હવે ક્યારે આવશે તે નક્કી નહીં : દાહોદ જિલ્લાના લાભાર્થીઓ અટવાયા હતા
- 4,62,925એ પ્રથમ ડોઝ લીધો : 2,06930 બીજો ડોઝ લઇ ચુક્યા : 78,922એ ડોઝ લીધા
દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મામલે પ્રજામાં આવેલી જાગૃતિને કારણે હવે લોકો ઘરથી બહાર નીકળતા થયા છે પરંતુ પાંચ જ દિવસ રસીકરણ ચાલતાં તેમાં ઘણી વખત વેક્સિનનો પુરતો જથ્થો નહીં હોવાને કારણે લોકોને ધરમધક્કા ખાવા પડતા હોવાની બૂમો સાંભળવા મળે છે. તેમાંય કોવેક્સિનનો જથ્થો છેલ્લા પખવાડિયાથી આવતો ન હોવાને કારણે બીજો ડોઝ મુકાવનારા 11554 લોકો અટવાઇ પડ્યા હતાં. મંગળવારે માત્ર બે હજાર કોવેક્સિનનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. જોકે, હવે બીજો જથ્થો ક્યારે આવે તે નક્કી ન હોવાનું હોવાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીમાં મહત્તમ લોકો કોવિશિલ્ડ રસી મુકાવી રહ્યા છે પરંતુ પ્રારંભમાં કોવિશિલ્ડના અભાવને કારણે સંખ્યાબંધ લોકોએ કોવેક્સિન પણ મુકાવી હતી. તેમના બીજા ડોઝનો સમય આવી જતાં મોબાઇલમાં મેસેજ તો રણકી ગયા હતા પરંતુ ડોઝ મુકાવવા જતાં કોવેક્સિનનો જથ્થો જ ન હોવાના જવાબો મળતા હતાં. છેલ્લા એક પખવાડિયાથી દાહોદ જિલ્લામાં કોવેક્સિનનો જથ્થો જ આવતો ન હતો. જેથી શહેરી વિસ્તારમાં યોજાતા કેમ્પ અને ગ્રામ્ય વિસ્તારોમાં PHC કે CHCએ જઇને લોકોને વીલે મોઢે પરત ફરવાની ફરજ પડતી હતી.
મંગળવારના રોજ દાહોદ જિલ્લામાં કોવેક્સિનનો જથ્થો મોકલાયો હતો પરંતુ તે માત્ર 2 હજાર ડોઝ જ હતાં. ઉલ્લેખનિય છે કે, 45,238 લાભાર્થીઓએ પ્રથમ અને 33,684 લાભાર્થીઓએ કોવેક્સિનનો બીજો ડોઝ પણ લઇ લીધો છે. આમ કુલ 78,922 લોકોએ કોવેક્સિનના ડોઝ લીધા છે. ત્યારે 11,554 લાભાર્થીઓને કોવેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે છતાં જિલ્લામાં છેલ્કોલા પખવાડિયાથી વેક્સિનનો જથ્થો નિયમિત ન આવતા લોકો અટવાયા હતાં. મંગળવારે 2 હજાર ડોઝ મોકલાયા છે ત્યારે હવે કોવેક્સિનનો જથ્થો ક્યારે આવે તે પણ હાલ પુરતુ કહેવુ મુશ્કેલ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed