રસીકરણ મહાઅભિયાન: દાહોદ જિલ્લામાં 1 દિવસમાં 14583 લોકોનું વૉક-ઈન વૅક્સિનેશન

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લોકોને આસાનીથી વેક્સિન મળે તે માટે 150 બૂથ કરાયા
  • 18+ ના 11129 અને 45થી વધુના 3454 લોકોને રસી મૂકાઇ

સમગ્ર રાજ્યની સાથે દાહોદમાં પણ કોરોના વાઇરસને પરાસ્ત કરવા માટે સોમવારે વેક્સીનેશનના મહાઅભિયાનનો 150 વેક્સિનેશ બુથ ઉપરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેક્સિનેશન મહાઅભિયાનમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરવામાંથી મુક્તિ હોવાથી લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લામાં સોમવારે 14583 લોકોએ વેક્સિનેશન કરાવ્યુ હતું.

21મી જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવામાંથી છુટ આપવામાં આવી હતી. દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવીને જિલ્લામાં લોકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 150 કરાઇ હતી. દાહોદ જિલ્લામાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે ધાનપુરના રાછવા તથા દાહોદ નગરના ગારખાયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાંસદ જસવંતસિંહ ભાભોર અને કલેક્ટર વિજય ખરાડીએ બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

વૉક-ઈન વૅક્સિનેશનને કારણે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લામાં એક જ દિવસમાં 14583 લોકો વેક્સિનેશન કરાવીને સુરક્ષિત થયા હતાં. જેમાં 18થી વધુના 11129 અને 45થી વધુના 3454 લોકોએ વેક્સિન મુકાવી હતી. ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં 3.50 લાખથી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ મૂકાવી લીધો છે. જ્યારે 1.95 લાખથી વધુએ બીજો ડોઝ લઇ લીધો છે.

દાહોદ જિલ્લામાં સોમવારે થયેલું તાલુકાવાર વેક્સિનેશન

તાલુકો રસીનો સ્ટોક 18થી44 44થી ઉપર કુલ ટકાવારી
દાહોદ તાલુકા 2840 1250 1201 2451 86.3
ગરબાડા તાલુકા 1400 1491 610 2101 150.07
ધાનપુર તાલુકા 1400 809 602 1411 100.79
દે.બારિયા તાુલકા 2000 1375 0 1375 68.75
ફતેપુરા તાલુકા 1240 1190 0 1190 95.97
લીમખેડા તાલુકા 1820 1700 0 1700 93.41
ઝાલોદ તાલુકા 2210 1764 657 2421 109.55
સંજેલી તાલુકા 720 350 371 721 100.14
સીંગવડ તાલુકા 1100 1200 13 1213 110.27
દાહોદ તાલુકા 2840 1250 1201 2451 86.3

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: