રળીયાતી ભુરામાં ટેમ્પોમાંથી 1.28 લાખના દારૂ સાથે એક ઝડપાયો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ડભવાથી બાઇક પર હેરાફેરી કરાતો દારૂ ઝડપાયો
  • પોલીસે બન્ને જગ્યાએથી કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદ એલસીબીના પીએસઆઇ પી.એમ. મકવાણા તથા સ્ટાફના માણસો સાથે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા. ત્યારે મધ્યપ્રદેશના સાત શેરો તરફથી જીજે-01-એક્સ-4327 નંબરના 407 ટેમ્પો વિદેશી દારૂ ભરી રળીયાતી ભુરી થઇ ખારવાણી તરફ જવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે રળીયાતી ભુરી ગામે રોડ ઉપર વોચ ગોઠવી ઉભા હતા. ત્યારે ગુલતોરાવાળા રસ્તેથી બાતમી વાળો ટેમ્પો આવતા તેના ચાલકને ઉભો રખાવ્યો હતો. ટેમ્પોના ચાલક ઝાલોદ તાલુકાના ખરવાની ગામના હિતેશ ગૌતમ મકવાણાની પુછપરછ કરતાં તેને સંતોષકારક જવાન નહી આપતાં ટેમ્પા પાછળ બાંધેલ પ્લાસ્ટીકની તાડપત્રી ખોલી અંદર જોતાં વિદેશી દારૂ બિયરની 26 પેટીઓ જોવા મળી હતી. વિદેશી દારૂ તથા બીયરની અલગ અલગ માર્કાની કુલ 936 બોટલો જેની કિંમત 1,28,520ની મળી આવી હતી.

પ્રોહી મુદ્દામાલ તથા 2.50 લાખનો ટેમ્પો સહિત કુલ 3,78,520 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ઝડપાયેલા ચાલક તથા મધ્યપ્રદેશના દારૂના ઠેકેદાર વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જ્યારે ગતરાત્રીના સમયે સાગટાળા પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલીગમાં હતા. ત્યારે ડભવા ગામે સામેથી આવતી જીજે-06-બીએન-1747 નંબરની બાઇકનો ચાલક કંતાનના થેલાના લગડામાં કઇક શંકાસ્પદ ચીવજવ્તુ ભરી લઇ જતો જણાતા પોલીસે તેમનું વાહન પાછુ વાળી બાઇકનો પીછો કરતાં ચાલક બાઇક રોડ ઉપર નાખી રોડની સાઇડમાં નાખી અંધારામાં ખેતરમાં ઉભા પાકનો લાભ લઇ ભાગી ગયો હતો. પોલીસે બાઇક ઉપર લાગેલા કંતાનના થેલાના બનાવેલા લગડાનું તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂના રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી તથા રોયલ નાઇટ મલ્ટ વ્હીસ્કીના 288 નંગ ક્વાટરીયા જેની કિંમત 28,800ના મળી આવ્યા હતા. પ્રોહી મુદ્દામાલ તથા 20,000ની બાઇક મળી કુલ 48,800નો મુદ્દામાલ કબ્જે લઇ ભાગી ગયેલા ખેપિયા વિરૂદ્ધ સાગટાળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: