રણધીકપુરમાં પંચાયતના કામોની ખોટી રજૂઆતો મામલે બે ઉપર હુમલો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સરપંચ, પિતા, 5 ભાઇ સહિત 8 સામે ગુનો, તપાસ માટે જતાં રજૂઆત કરી હતી

રણધીકપુર ગામના ઘાટા ફળીયામાં તપાસ માટે તાલુકા પંચાયતના કર્મચારીઓ ગયા હતા. ત્યારે ગામના મોહનભાઇ હીમસીંગભાઇ કિશોરી, બારીયા લક્ષમણભાઇ દલાભાઇ, ભરતભાઇ રામસીંગભાઇ કિશોરી, જીતેશભાઇ બાબુભાઇ કિશોરી, દલુભાઇ દીતાભાઇ કિશોરી, શરદભાઇ રામસીંગભાઇ કિશોરી તથા બીજા ગામના માણસો ગામના સરપંચ રતનાભાઇ રૂપાભાઇ કિશોરીના ઘરે ભેગા થયેલા હતા. ત્યારે તાલુકા પંચાયતના કર્મચારીઓએ ગામમાં થયેલ કેટલસેડ, જમીન સમતલ તથા ચેકડેમોના કામો બાબતે પુછતાં આ લોકોને અમારા ગામમાં આવા કોઇ કામો થયા નથી તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ થોડી વાર પછી તાલુકા પંયાતના કર્મચારીઓ જતાની સાથે જ સરપંચ રતનભાઇ કિશોરી તથા તેના પિતા રૂપાભાઇ કિશોરી, સરપંચના ભાઇ છત્રસિંહ રૂપાભાઇ કિશોરી, મુકે્શભાઇ કિશોરી, શૈલેષભાઇ કિશોરી, સુરેશભાઇ કિશોરી તથા વિશાલભાઇ રતનભાઇ કિશોરી, ગીરીશભાઇ છત્રસિંહ કિશોરીનાઓ ગામના લોકોને કહેવા લાગેલ કે તમને પંચાયતના કામની ખબર ના પડે અને કેમ ખોટી રજુઆત કરો છો તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા.

જેથી ગાળો બોલવાની ના પાડતા સરપંચ તથા તેમની સાથે બીજા માણસો એકસંપ થઇ ગાળો બોલી પકડી લો સાલાઓને જાનથી મારી નાખો તેમ કહી એકસંપ થઇ રતનસિંહ રૂપાએ ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો અને લક્ષ્મણભાઇ દલાભાઇ બારીયાને મુકેશભાઇ કિશોરીએ બાથે પડી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારે મિટિંગમાં આવેલા અન્ય લોકોએ વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યા હતા અને હવે પછી મળશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. આ સંદર્ભે મોહનભાઇ હીમસીંગભાઇ કિશોરીએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: