રજૂઆત: હિરોલા-2ના મતદાન કેન્દ્રો પર બંદોબસ્ત-વીડિયોગ્રાફીની માગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- ચૂંટણી અધિકારીને ‘આપ’ના ઉમેદવારે આવેદન આપ્યું
સંજેલી તાલુકાની હિરોલા 2 તાલુકા પંચાયતના મતદાન કેન્દ્રપર બોગસ મતદાનની આશંકાથી કડક પોલીસ બંદોબસ્ત સાથે વિડિયોગ્રાફી કરવાની માંગ સાથે આપ પાર્ટીના ઉમેદવારનું સંજેલી ચુટણી અધિકારી આર.સી ભૂરાને આવેદન આપવામાં આવ્યું હતું.
આપ પાર્ટીના ઉમેદવારને એવો ડર છે કે હિરોલા બે તાલુકા પંચાયતના મતદાન કેન્દ્ર પર કેટલાક માથાભારે લોકો દ્વારા બોગસ મતદાન થાય તેવી શંકાને લઇ ઉમેદવાર તેમજ આપ પાર્ટીના જયેશભાઈ સંગાડાએ જણાવ્યું હતું કે હિરોલા 2 તાલુકા પંચાયતના મત વિસ્તારમાં અમે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે અમને એવી વાત મળી છે કે વિરોધ ઉમેદવારો દ્વારા આ મતદાન કેન્દ્રો પર અમારા માણસો પાસે બોગસ મતદાન કરાવીશુ.
આ માટે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર દ્વારા આવા મતદાન કેન્દ્ર પર બંદોબસ્ત ગોઠવાય તેવી માંગ સાથે આવેદન આપ્યું હતું.
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: દાહોદમાં આખો દિવસ ઝાયડસથી સ્મશાન શબવાહિનીના ફેરા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
મન્ડે પોઝિટિવ: દાહોદમાં બંને ડોઝ લેનારે પોઝિટિવ માતાની કાળજી રાખી પણ તેમને કોરોના ‘ના’ સ્પર્શ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed