રજૂઆત: લોકલ ટ્રેનો શરૂ નહીં થતાં રિક્શા ચાલકો-વેપારીઓને બમણો માર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં રિક્શા એસો. દ્વારા ટ્રેનો ચાલુ કરવા આવેદન

દાહોદ જિલ્લાના મુખ્ય રેલવે સ્ટેશનના વેપારીઓ ઉપર પહેલાં કોરોના સંક્રમણ અને હવે રેલવે દ્વારા લોકલ ટ્રેન નહીં ચલાવવાને કારણે બમણો માર પડી રહ્યો છે. તેમાં સૌથી વધુ કફોડી હાલત રિક્શા ચાલકોની થઇ છે. દાહોદ-ઉજ્જૈન,ડેમૂ ટ્રેન, કોટા-વડોદરા પાર્સલ, દાહોદ-વડોદરા, દાહોદ-આણંદ મેમૂ બંધ હોવાને કારણેહાલમાં મુસાફરોની સંખ્યા નહિંવત છે. આ જિલ્લાના નાના-નાના સ્ટેશનોએ રોકાતી હતી. જેના કારણે જિલ્લાના લોકોને ઓછા રૂપિયામાં મુસાફરી થઇ જતી હતી.

કોરોના કાળ”માં તમામ ટ્રેનો બંધ કરી દેવાતા રેલવે સ્ટેશને ઉભા રહી વેપાર કરતાં રિક્શા ચાલકો બેકાર બની ગયા છે. તેના કારણે રિક્શા એસો. દ્વારા આ લોકલ ટ્રેનો ચાલુ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉલ્લેખ વાળુ આવેદન પત્ર કલેક્ટર કચેરી અને રેલવે સ્ટેશને આપીને ટ્રેનો વહેલી તકે શરૂ કરવાની માગ કરી હતી.લોકલ ટ્રેનોમાં મધ્ય પ્રદેશથી દરરોજ સારવાર અને વેપર માટે મોટી સંખ્યામાં લોકો ગુજરાત આવતાં હતા. તેના કારણે વિવિધ પ્રકારના વેપારને કારણે રિક્શા ચાલકોનો ધંધો પણ ચાલતો હતો પરંતુ ટ્રેનો બંધ કર્યા બાદ આ ધંધો ઠપ થઇ ગયો છે.

રિક્શા ચાલકો આર્થિક ભીંસમાં મૂકાયા
લોકલ ટ્રેનો બંધ હોવાને લીધે રિક્શા ચાલકો આર્થિક ભીંસમાં મુકાઇ ગયા છે. કેટલાંક લોકોને તો ધંધો બદલી લેવાની ફરજ પડી છે. લોકલ ટ્રેનો શરૂ કરાય તો રિકશા ચાલકો સાથે વેપારીઓને પણ રાહત થાય તેમ છે. આ ટ્રેનો વહેલી તકે શરૂ કરાય તે માટે આવેદન આપવામાં આવ્યા છે.>રાકેશ પ્રજાપતિ, પ્રમુખ, રિક્શા એસો


Related News

Comments are Closed

%d bloggers like this: