રજૂઆત: માંડલી આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરને 7 માસ બાદ બદલીનો ઓર્ડર મળતા નારાજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 40 ફિમેલ હેલ્થ વર્કરોમાંથી 39ને સુપરવાઇઝરની બદલી સાથે બઢતી

દાહોદ જિલ્લાના માંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ને બદલીનો ઓર્ડર 7 માસ બાદ મળતા સુપરવાઈઝરે વય નિવૃત્તિ સુધી બદલી ન કરવા તેમજ જગ્યા નહોતી છતાં નવી સુપરવાઈઝરની નિમણૂકના ઓર્ડરથી નારાજ થઇ જિલ્લા તેમજ તાલુકા અધિકારીને પત્ર લખી નારાજગી દર્શાવી છે.

દાહોદ જિલ્લાના માંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર પી.વી. કિશોરીને જિલ્લા કક્ષાએથી થયેલો બદલીના હુકમનો તાલુકાની કચેરીમાંથી 7 માસ બાદ આદેશ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓ 30 જૂનના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. ત્યારે જિલ્લા કક્ષાથી 7 જુલાઈ થયેલો બદલીનો હુકમ 25 જાન્યુઆરી માસમાં તાલુકાકક્ષાએથી બજાવવામાં આવ્યો છે. જિલ્લામાં ચાલીસ જેટલા ફીમેલ હેલ્થ વર્કરની 23 જાન્યુઆરી માસમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે. 40 પૈકી 39ની અન્ય જગ્યાએ બઢતી સાથે બદલી કરવામાં આવી છે

જ્યારે એકમાત્ર માંડલી પીએસસી કેન્દ્રની ફીમેલ હેલ્થ વર્કરને બઢતી સાથે તેજ સ્થળે સુપરવાઈઝરની જગ્યા ન હોવા છતાં પણ નિમણૂકપત્ર અપાતાં વહીવટીતંત્ર સામે શંકા કુશંકા સેવાઇ રહી છે. હિરોળા પીએસસીમાં સુપરવાઈઝરની જગ્યા હોવા છતાં પણ નિમણૂક કેમ કરવામાં આવી નથી. બઢતીનો 7 માસ અગાઉ થયેલો હુકમને કેમ ફીમેલ હેલ્થ વર્કરની ભરતી થયા બાદ ઉપયોગ કરવામાં આવ્યો આવી અનેક બાબત ચર્ચાનો વિષય બની છે.

આ મામલે પી.વી. કિશોરીએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અને તાલુકા આરોગ્ય અધિકારીને પત્ર લખી 30 જુનના રોજ વય નિવૃત્તિ સુધી માંડલી ખાતે ફરજ સ્થળે રાખવા અને છુટા ન કરવા તેમજ જગ્યા ન હોવા છતાં પણ નવા ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની નિમણૂક શા માટે કરવામાં આવી તેવી લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: