રજૂઆત: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિકલ્પ કેમ્પ રાખવા રજૂઆત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- TPO વગર વહીવટ : જગ્યા ભરવા માંગ કરાઇ
દાહોદ જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની વધ ઘટ બદલી કેમ્પ રાખ્યો હતો. શિક્ષકોની રજૂઆતને ધ્યાને લઈ મેદાને ઉતર્યું છે જેમાં ચાર મુદ્દાની માંગને લઇને વિકલ્પ કેમ્પ રાખવા મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય રમેશભાઇ કટારા, જિલ્લા સંઘના પ્રમુખ સુરતાનભાઇ કટારા સંજેલી અને સીંગવડના પ્રમુખ મહામંત્રી દ્વારા ગાંધીનગર પહોંચી શિક્ષણમંત્રીને રૂબરૂ મુલાકાત લઈ વિકલ્પ કેમ્પ રાખવા માટે રજુઆત કરી હતી.
વર્ષ 2019-20માં ધો. ૧થી૫ પ્રાથમિકમાંથી ધો. ૬થી૮ ઉચ્ચતર પ્રાથમિકમાંથી વિકલ્પ કેમ્પ લેવા માંગતા શિક્ષકોને વિકલ્પ કેમ્પ માટે મંજૂરી આપવી,ધો. ૬થી ૮ના વિકલ્પ કેમ્પ યોજાયા બાદ ધો. ૧થી પમાં વધઘટ બદલી અન્ય તાલુકામાં ગયેલા શિક્ષકોને મૂળ તાલુકા પરત લાવવાનો કેમ્પ યોજવા, વધઘટ બદલી કેમ્પમાં દંપતિ કેસમાં ભેગા કરેલા શિક્ષક પતિ-પત્ની છૂટાં ના પડે વિધવા ત્યકતા વિકલાંગની બીમારી વાળા અને વયનિવૃત્તિમા જેમને ૧ વર્ષ બાકી હોય તેવા શિક્ષકોને તેમના મૂળ તાલુકામાં પરત લાવવા અગ્રીમતા આપવી, જિલ્લામાં ખાલી પડેલી કાયમી જગ્યા ભરવા સહિતની માંગ સંઘ દ્વારા ગાંધીનગર પહોંચી શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી.
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: દાહોદમાં આખો દિવસ ઝાયડસથી સ્મશાન શબવાહિનીના ફેરા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
મન્ડે પોઝિટિવ: દાહોદમાં બંને ડોઝ લેનારે પોઝિટિવ માતાની કાળજી રાખી પણ તેમને કોરોના ‘ના’ સ્પર્શ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed