રક્તદાન મહાદાન: દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રક્તદાતા દિન નિમિત્તે કેમ્પમાં 60 દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શ્રી એમ.એ.મ ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો

શ્રી એમ.એમ.ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને ઝાયડસ હોસ્પિટલ અને મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 યુનિટ બ્લડ એકત્રિત કરાયુ હતુ.

રક્તદાતાઓએ તમામ લોકોને રક્તદાન કરવાની અપીલ કરી

આ કેમ્પમાં 60 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઝાયડસના ડો.કમલેશ નિનામા, એડમીનીસ્ટ્રેટર વિશાલ પટેલ, આર.એમ.ઓ.ડો. રાજુભાઈ ડામોર વિગેરે સહિતના રક્તદાતાએ રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓએ તમામ લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી. જેથી કોઈ વ્યક્તિનો જીવ બચી શકે અને આપણું રક્ત કોઈને જીવન આપી શકે. આ કાર્યક્રમમાં ઘણા મેડીકલ વિદ્યાર્થી દ્વારા પણ રક્ત કરવામાં આવ્યું હતું. પોતે રક્તદાન કરી અન્યને પણ રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા. કેમ્પમાં સીઓઓ ડો.સંજય કુમાર, ડો.ભરત હઠીલા, મેનેજર પ્રકાશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: