યુનિટીફાઉન્ડેશન નામે છેતરપિંડી કરતી ગેંગ વિરુદ્ધ રજૂઆત

ઝાલોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રાજસ્થાન 3 સામે કાર્યવાહી કરવા માગ

દાહોદ જિલ્લા સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યુનિટી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારની વિધવા, બેરોજગાર મહિલાઓના ઉત્થાન અને આર્થિક વિકાસ માટે વિવિધ સહાય આપી રહી છે. તેમજ મહિલાઓ પણ આ સંસ્થા સાથે જોડાઈને આર્થિક મદદ વડે રોજગારી મેળવી રહી છે. ત્યારે રાજસ્થાનના ટિટા ડામોર,ગુલાબ ડામોર અને રાકેશ પારઘી નામના ઇસમો દ્વારા સંસ્થા નામે મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાવીને બારોબાર છેતરપિંડી કરીને સંસ્થાને બદનામ કરતાં હોવાની લેખિત રજૂઆત દિપકસિંહ રાજપૂત દ્વારા દાહોદ જિલ્લા પોલીસને કરવામાં આવી હતી.સાથે આવા ઇસમોની તાત્કાલિક તપાસ હાથ ધરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ પણ કરાઇ હતી.

0


Related News

Comments are Closed

%d bloggers like this: