મોર્નિંગ બ્રીફ: લો-પ્રેશર સક્રિય થતા કેટલાક વિસ્તારમાં માવઠું થવાની શક્યતા, અમદાવાદની 7 વર્ષની બાળકી ફોનમાં પોર્ન સાઇટ જોવા લાગતા માતા-પિતા ફફડ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ4 કલાક પહેલા

નમસ્કાર!

રાજ્યમાં દાહોદ, વલસાડ, આણંદ અને ભાવનગરમાં કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજાશે, વેક્સિનેશન સાઈટ્સ પર મોકડ્રિલની દેખરેખ થશે. રાજકોટમાં એક જ ઓરડીમાં 10 વર્ષથી અઘોરી જેવા જીવનમાંથી મુક્તિ મળ્યાં બાદ ભાઈ-બહેન આજે અન્નક્ષેત્રમાં સેવા આપશે…ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ…

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે….

સેન્સેક્સ 47,868.98 +117.65
ડોલર રૂ.73.12 +0.05
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ 51,900 +100

આ 4 ઘટના પર રહેશે નજર

1) રાજસ્થાનમાં લો-પ્રેશર સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા, રાજ્યના અન્ય વિસ્તારોમાં ઠંડી વધશે. 2) રાજ્યમાં દાહોદ, વલસાડ, આણંદ અને ભાવનગરમાં કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજાશે, વેક્સિનેશન સાઈટ્સ પર મોકડ્રીલની દેખરેખ થશે. 3) રાજકોટમાં એક જ ઓરડીમાં 10 વર્ષથી અઘોરી જેવા જીવનમાંથી મુક્તિ મળ્યાં બાદ ભાઈ-બહેન આજે અન્નક્ષેત્રમાં સેવા આપશે. 4) દિલ્હી આપના મહિલા MLA આજે રાજકોટમાં, મનપા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) અમદાવાદની 7 વર્ષની બાળકી ફોનમાં પોર્ન સાઇટ જોવા માંડી, પોર્ન વિડિયો બતાવી સવાલ પૂછતાં માતા-પિતા ફફડ્યાં
અમદાવાદની એક 7 વર્ષની બાળકી તેની મમ્મીના સ્માર્ટફોનમાં વિડિયો જોતી હતી. આ વિડિયો પોર્ન સાઈટનો હતો. એક દિવસ બાળકીએ માતાને પોર્ન સાઈટનો વિડિયો બતાવીને ચોંકાવનારો સવાલ કરતાં જ મા અને બાપ બંને ગભરાઈ ગયાં હતાં. આ પરિવારે સાઇબર એક્સપર્ટની મદદ લીધી અને હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો, હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કર્યું
કોરોનાની મહામારીને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2020-21માં સરકારે ધોરણ-9થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. એટલું જ નહીં પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. જે મુજબ ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કર્યું છે. જે અગાઉ 20 ટકા હતું.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતમાં શેરબજારના વ્યવસાયીનો ઓક્સિજન માસ્કથી કાર્બનમોનોક્સાઇડ લઈ કારમાં આપઘાત
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ પાસેથી એક I-20 કારમાંથી શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મૃતદેહ મળી આવ્યો હતો. Dont tuch mee, call પોલીસના કાગળ પર બેનર લખીને આપઘાત કરી લીધો હતો. સંદીપ બજરંગ દાલમિયાની કારમાંથી મૃતદેહ સાથે કાર્બનમોનોક્સાઈડની બે બોટલ પણ મળી હતી, જેથી વેપારીએ કાર્બનમોનોક્સાઈડ લઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) વડોદરામાં કોરોના થવાના ડરથી ધો-12 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત, કહેતો કે ‘વેક્સિન નહીં આવે ત્યાં સુધી ઘર બહાર નહીં નીકળું
વડોદરા શહેરના માંજલપુરમાં રહેતા કિશોરે કોરોના થવાના ડરથી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતો કિશોર જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઇ ત્યારથી ઘર બહાર નીકળતો ન હતો અને કહેતો હતો કે, જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી હું ઘર બહાર નહીં નીકળુ.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરા પાસે ઓર્બિટ-99 બંગલોઝમાં થર્ટીફર્સ્ટની થ્રીડી પાર્ટી મનાવતાં MSUના 7 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સહિત 9 ઝડપાયાં
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલથી રસુલાબાદ જવાના રસ્તા ઉપર આવેલા ઓર્બિટ-99 બંગલોઝના મકાન નંબર-92માં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે થ્રીડી પાર્ટી મનાવી રહેલા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના 7 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સહિત 9 વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર


Related News

Comments are Closed

%d bloggers like this: