મોજશોખ પુરો કરવા મો.સાઇકલ ચોરતી લબરમુછિયા ગેંગ ઝડપાઇ

જેસાવાડા ગામના પાંચને પોલીસે ઝડપી પાડ્યાં 12 મોટરસાઇકલ અને સ્પેરપાર્ટસ મળ્યાં : 3.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ…

 • Dahod - મોજશોખ પુરો કરવા મો.સાઇકલ 
 ચોરતી લબરમુછિયા ગેંગ ઝડપાઇ

  દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલા જેસાવાડા ગામમાં મોજશોખ પુરો કરવા માટે મોટર સાઇકલ ચોરીના રવાડે ચઢેલી લબરમુછિયાઓની ગેંગ પોલીસને હાથ લાગતાં ખળભળાટ મચી ગયો છે. આ પાંચ યુવકોની ટોળકી પાસેથી ચોરીની નવ મોટર સાઇકલ સાથે સ્પેરપાર્ટસ મળીને કુલ 3.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

  દાહોદ જિલ્લામાં વાહન ચોરીની વધેલી ઘટનાઓને જોતાં રેન્જના મહાનીરીક્ષક મનોજ શશીધરની સુચનાથી એસ.પી હિતેશ જોયસરના માર્ગદર્શન અને ઇ.ડીવાયએસપી કાનન દેસાઇના માર્ગદર્શનમાં ટીમો બનાવી હતી. જેસાવાડાના પીએસઆઇ પી.એમ મકવાણાને મળેલી બાતમીના આધારે જેસાવાડા ગામમાં જ રહેતાં 19 વર્ષિય જીગરકુમાર ભરતસીંગ કટારા, 20 વર્ષિય મોન્ટુ ઉર્ફે સુરજભાણસીંહ કટારા અને 22 વર્ષિય રાહુલ ભગતસીંગ કટારાને એક મોટર સાઇકલ સાથે પકડ્યા હતાં. આ યુવકોની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં મોજશોખ માટે રૂપિયા મેળવવા તેઓ મોટર સાઇકલની ચોરી કરતાં હોવાનું કબૂલ્યું હતું.આ યુવકો પાસેથી ચોરીની નવ મોટર સાઇકલ અને અન્ય બાઇકના સ્પેરપાર્ટસ મળી 2.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જેસાવાડા ગામના જ નીલેશ 19 વર્ષિય ઉર્ફે ગાલી અમરસીંગ ડામોર અને20 વર્ષિય હિતેશ હરીશ કટારા પાસે ચોરીની ત્રણ મોટર સાઇકલ હોવાથી 60 હજાર રૂપિયાની કિંમતની તે મોટર સાઇકલ પણ જપ્ત કરવામાં આવી હતી. પાંચેય યુવકો સામે CRPCની કલમ 41(1)ડી અને 102 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

  મોજશોખ પુરો કરવા માટે મોટર સાઇકલ ચોરીના રવાડે ચઢેલી લબરમુછિયાઓની ગેંગને 12 મોટર સાયકલ સાથે પોલીસે ઝડપી પાડી હતી. તસવીર સંતોષ જૈન

  યુવાનોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું

  નાની ઉમરમાં ચોરીના રવાડે ચઢેલા આ લબરમુછિયાઓને ટેવમાંથી બહાર લાવવા માટે એસ.પી હિતેશ જોયસરે તેમના વાલી તેમજ સામાજિક સંસ્થાના સભ્યોને એકત્ર કરીને કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: