મૃતદેહ મળ્યો: ​​​​​​​દેવગઢ બારીયામાં બે દિવસથી લાપતા યુવકનો મૃતદેહ તળાવમાંથી મળતા પંથકમાં ચકચાર મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • યુવકે કોરોનાના ડરથી તળાવમાં ઝંપલાવ્યું હોવાની ભારે ચર્ચાઓ જાગી પોલીસે આ સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં રહેતા એક યુવક બે દિવસથી લાપતા હતો. જેમાં તેની લાશ આજરોજ દેવગઢ બારીયા નગરના મોટા તળાવમાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ યુવકે કોરોનાના ભયને પગલે આ પગલુ ઉઠાવ્યું હોવાની પણ ચર્ચાઓએ ભારે જોર પકડયું છે.

દેવગઢબારિયા નગરમાં રહેતો ઓટોરિક્ષા ચાલક છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળ બાદ પણ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારે તેની ઓટોરિક્ષા દેવગઢબારિયા નગરમાં આવેલ મોટા તળાવ પાસેથી મળી આવી હતી. અને પરિવારજનો દ્વારા તળાવ ખાતે તપાસ પણ હાથ ધરી હતી. પણ જે તે દિવસે તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

ત્યારે આજરોજ મોટા તળાવમાંથી આ યુવકની તરતી લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળે પોલીસ તેમજ 108ના કર્મચારીઓ દોડી ગયા હતા. સાથે પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં કર્મચારીઓએ પીપીઈ કીટ પહેરી મૃતક યુવકની લાશને તળાવમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવકે કોરોનાના ડરથી તળાવમાં ઝંપલાવ્યું હોવાની ભારે ચર્ચાઓ જાગી ત્યારે પોલીસે આ સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: