મુસાફરો પરેશાન: મેમૂ સહિતની લોકલ ટ્રેન શરૂ થવાની હાલ કોઇ શક્યતા નહીં, આગામી સમયમાં શરૂ થઇ શકે છે જનતા અને દેહરાદૂન એક્સપ્રેસ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Local Trains Including Memu Are Not Likely To Start At Present, Janata And Dehradun Express May Start In The Near Future.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફાઈલ તસવીર

  • દાહોદ- રતલામ રેલવે ખંડ ઉપર લોકલ ટ્રેનો નહીં ચાલતાં મુસાફરો પરેશાન

દાહોદ-રતલામ રેલવે ખંડ ઉપર લોકલ ટ્રેનો નહીં ચાલતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. દાહોદ જિલ્લામાં લોકલ ટ્રેનોમાં મોટી સંખ્યામાં વેપારી, મજુર વર્ગ અને દૈનિક મુસાફરો મુસાફરી કરે છે. જોકે, હાલ લોકલ ટ્રેનો દોડવાના કોઇ સંકેત ન હોવાનું રતલામ ડીઆરએમ દ્વારા જણાવવામાં આવ્યુ છે. જોકે, જનતા અને દેહરાદુન એક્સપ્રેસ આગામી સમયમાં શરૂ થવાની તેમણે સંભાવના વ્યક્ત કરી હતી.

કોવિડ-19ને કારણે માર્ચ -2020માં બંધ કરાયેલા રેલવે વ્યવહારને ધીમે-ધીમે શરૂ કરવામાં આવી રહ્યો છે.દાહોદ-રતલામ રેલવે ખંડમાં લોકલ ટ્રેન રૂપે એક માત્ર દાહોદ-ભોપાલ પેસેન્જર ડેમુ જ શરૂ કરવામાં આવી છે. જોકે, તેમાં પણ એક દિવસ પહેલાં રિઝર્વેશન કરાવવું પડે છે. દાહોદ-રતલામ રેલવે ખંડ માટે જીવનરેખા મનાતી મેમુ અત્યાર સુધી શરૂ થઇ નથી. નાના રેલવે સ્ટેશનથી ઓછા અંતરની મુસાફરી કરનારા શ્રમિક, સારવાર માટે દાહોદ આવતાં દર્દીઓ અને વેપારીઓને આ ટ્રેન નહીં હોવાથી સમસ્યાઓ પડી રહી છે.

મંત્રાલયથી કોઇ નિર્દેશ મળ્યા નથી
લોકલ મુસાફર ટ્રેનોના સંચાલનના કોઇ નિર્દેશ મંત્રાલયથી આવ્યા નથી. આગામી સમયમાં દાહોદ-રતલામ રેલ ખંડ ઉપર જનતા અને દેહરાદુન જેવી ટ્રેનો શરૂની સંભાવના છે. મેમુ તેમજ અન્ય લોકલ ટ્રેનો હાલમાં શરૂ થવાની સંભાવના નથી.>વિનીત ગુપ્તા,ડીઆરએમ, રતલામ મંડળ

ડેમુની ટિકિટ હાથોહાથ મળવી જોઇએ
એક માત્ર લોકલ ગણાતી દાહોદ -ભોપાલ ડેમુ શરૂ કરાઇ છે પરંતુ એક દિવસ પહેલાં તેમાં રિઝર્વેશન કરાવવુ પડે છે. ત્યારે ટ્રેનથી નાના અંતરના સ્ટેશન ઉપર મુસાફરી કરનારાને હાલાકી વેઠવી પડે છે. ભલે રિઝર્વેશન કરાય પરંતુ તે ટીકીટ હાથોહાથ મુસાફરોને મળી જાય તેવી માગ ઉઠી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: