મુશ્કેલી: દાહોદમાં વરસાદી લાઈનની જાળીઓથી થતાં અકસ્માતો

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદમાં સ્માર્ટ સિટીની કાર્યવાહી અંતર્ગત વરસાદી પાણીના પ્રોજેક્ટની જાળીઓ રસ્તાથી નીચાઈએ ફીટ કરાતા સર્જાયેલી મુશ્કેલી. - Divya Bhaskar

દાહોદમાં સ્માર્ટ સિટીની કાર્યવાહી અંતર્ગત વરસાદી પાણીના પ્રોજેક્ટની જાળીઓ રસ્તાથી નીચાઈએ ફીટ કરાતા સર્જાયેલી મુશ્કેલી.

  • રસ્તા કરતા સ્ટોર્મ વોટર લાઈનની જાળીઓનું લેવલ નીચું રખાતા થઇ રહેલા અકસ્માતો
  • વરસાદમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા

દાહોદમાં સ્માર્ટ સિટીની કાર્યવાહી અંતર્ગત થયેલ વરસાદી પાણીની લાઈન પ્રોજેક્ટમાં રસ્તા ઉપર ફિટ કરાયેલ જાળીઓનું સ્તર રસ્તાથી નીચું રહેતા વરસાદ ટાણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. દાહોદ શહેરનો સ્માર્ટ સિટી યોજનામાં સમાવેશ થયા બાદ હવે ક્રમશઃ સ્માર્ટ સિટીની વિવિધ કાર્યવાહીઓ ઝડપભેર ચાલી રહી છે. ત્યારે વર્ષોથી એમ જ નિરર્થક વહી જતા વરસાદી પાણીનો યોગ્ય રાહે નિકાલ અને ઉપયોગ થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ કરી સ્ટોર્મ વોટરની વરસાદી પાણીની લાઈન નંખાઈ છે. જેની જાળીઓ નિયત અંતરે વરસાદનું પાણી તેમાં જાય તે રીતે રસ્તા ઉપર ફિટ કરવામાં આવી છે.

આ પૈકી મોટાભાગની જાળીઓ રસ્તાના લેવલથી નીચાઈએ ફિટ થઈ હોઈ વરસાદના પાણીમાં આ રસ્તો ઊંચો નીચો છે તેમ ખબર નહીં પડતા અનેક રાહદારીઓ અને વાહનચાલકો પડી જવા પામ્યા હતા. આમ, વરસાદી લાઈનના પહેલાં જ વર્ષે પહેલા મોટા વરસાદ બાદ રસ્તાઓ પાણીથી લથબથ બનતા રસ્તા ઉપરની જાળીઓ નીચાણમાં છે તે ધ્યાને નહીં આવતા દાહોદમાં નાનામોટા અનેક અકસ્માત નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: