મુલાકાત: ફતેપુરામાં કલેકટર, SPની સામૂહિક કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરા3 કલાક પહેલા

  • કૉપી લિંક
ફતેપુરામા આરોગ્ય કેન્દ્રના કોવિડ સેન્ટરની કલેકટર અને એસપીએ મુલાકાત લીધી હતી. - Divya Bhaskar

ફતેપુરામા આરોગ્ય કેન્દ્રના કોવિડ સેન્ટરની કલેકટર અને એસપીએ મુલાકાત લીધી હતી.

  • 4 વાગ્યે બજારો બંધ રાખવા લોકોને કલેકટરની અપીલ

દાહોદ જિલ્લામાં કોરોનાનો ફેલાવો ન થાય તેમજ ઓછામા ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થાય તે હેતુસર દાહોદ જિલ્લા કલેક્ટર, એસપી અને તેમની ટીમ દ્વારા લોકોમા જાગૃતિ આવે તે માટે અથાગ મહેનત કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શનિવારે ફતેપુરા ખાતે પણ દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી, એસપી હિતેશ જોયસર ફતેપુરાની મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા.

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લઇ અધિકારીઓ સાથે કોરોનાની મહામારીને લઇને સમીક્ષા બેઠક કરી હતી. કલેક્ટરે અધિકારીઓને કોવિડની ગાઇડલાઇનનું પાલન કરાવવા તેમજ કોરોનાના સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી. કલેક્ટરે ફતેપુરા તાલુકાના લોકોને જિલ્લાની સાથે સાંજના ચાર વાગ્યાના સ્વયંભૂ બંધના જાહેરનામામાં સમર્થન આપી ધંધા-રોજગાર બંધ રાખી સહભાગી બને અને રાત્રી કર્ફ્યૂ પણ પાલન કરે તે માટે અપિલ કરી છે.

કલેકટરની ફતેપુરા મુલાકાત દરમિયાન રસ્તામાં આવતા સમયે બે ફામ વાગતા ડીજે પણ મળી આવતા કલેક્ટરે તેને પણ બંધ કરાવી પોલીસ સ્ટેશને મુકાવી દઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: