મુલાકાત: દાહોદના ટીમરડા આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની સમીક્ષા કરવા કલેક્ટર અને ડીડીઓ પહોંચ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગામમાં આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકર અને સરપંચો દ્વારા જનસંપર્કની પ્રભાવી કામગીરી કરવા સૂચન

દાહોદ કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ કોરોના વાયરસ સામે કવચ આપતા વેક્સિનેશનની ચાલી રહેલી કામગીરીની સ્થળ સમીક્ષા કરવા માટે ટીમરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. ત્યાં ગામમાં ચાલી રહેલી રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નીહાળી હતી અને આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.

આ બન્ને અધિકારીઓ ટીમરડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર વેક્સિનેશનની કામગીરી નીહાળી હતી. કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યા હતો. જેમાં તેમણે વેક્સિન લેનાર વ્યક્તિને જણાવ્યું હતું કે, આ કોરોના વાયસરની ઘાતક અસરોથી બચવા માટે વેક્સિન અકસીર ઇલાજ છે. એટલે ગામમાં જે વ્યક્તિ વેક્સીન લે એ બીજા વ્યક્તિને પણ રસી લેવા માટે પ્રેરણા આપે એ જરૂરી છે.

કલેક્ટર તથા ડીડીઓએ સ્થાનિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને વેક્સિનનો સંપૂર્ણ ઉપયોગ થાય એ રીતે સેશનનું આયોજન કરવું જોઇએ. આ માટે અગાઉથી જ લાભાર્થીઓને જાણ કરવામાં આવે અને નિયત સમયે આરોગ્ય કેન્દ્ર ઉપર આવીને વેક્સીન લઇ લે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

તેમણે લક્ષ્યાંક મુજબ રસીકરણની કામગીરી થાય તે માટે ગામમાં આશા વર્કર્સ,આંગણવાડી કાર્યકર અને સરપંચો દ્વારા જનસંપર્ક કામગીરી પ્રભાવી રીતે થાય એ જોવા પણ આરોગ્યકર્મીઓને કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: