મુંઝવણ: સંજેલીમાં નવા બનનારા બસ સ્ટેન્ડની કામગીરી અટકતાં પ્રજામાં મુંઝવણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજેલી2 કલાક પહેલા

  • કૉપી લિંક

સંજેલીના નવા બસ સ્ટેશ માટે ખાતમુહૂર્ત કરાયુ હતું તે જગ્યા.

  • ઝાલોદ ડેપોથી એક્સપ્રેસની 38 ટ્રીપ અને લોકલની કુલ 108 ટ્રીપનું સંચાલન

દાહોદ જિલ્લાના સંજેલીમાં માંડલી રોડ પર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ,દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અથાગ પ્રયત્નો બાદ સંજેલીને નવું બસ સ્ટેશન મળ્યું છે. આગવું અદ્યતન સુવિધા વાળુ બસ સ્ટેશન માટે રાજ્ય સરકારે એસટી નિગમને ગોધરા એસટી વિભાગના સંજેલી માટે રૂપિયા 164.98.લાખ ફાળવણી કરી છે.

તૈયાર થનારા આ બસ સ્ટેશનમાં અનેક સુવિધા પણ આપવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંજેલી એસટી બસ સ્ટેશનથી એક્સપ્રેસ બસોની 38 ટ્રિપ અને લોકલ બસોની કુલ 108 ટ્રીપ મળી કુલ146 ટ્રીપનું સંચાલન કરવામાં અવનાર છે. આ એસટી બસ સ્ટેશનનું સંચાલન ઝાલોદ ડેપોના અન્ડરમાં કરવામાં આવશે.પરંતુ હાલમાં કામકાજ અટકી જતા તાલુકાની પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સંજેલી એસટી બસ સ્ટેશનનું તા. 27મી જાન્યુઆરી 2021માં ઉદઘાટન થવાનું નક્કી કરવામાં આવ્યુ છે પરંતુ કામગીરી અટકતાં તે શક્ય બનશે કે કેમ તે આવનાર સમય જ બતાવી શકે છે.






Related News

Comments are Closed

%d bloggers like this: