માસ્ક વિનાના ટેસ્ટ: દાહોદમાં બે કલાકમાં માસ્ક વિનાના 30 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો, તમામ નેગેટિવ, રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસે દંડ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરમાં માસ્ક વગર મળેલા લોકોના ઘટના સ્થળે જ રેપીડ ટેસ્ટ કરવા સાથે દંડ પણ વસુલ કરાયો હતો.

દાહોદ જિલ્લામાં દિવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. જેથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. વધારે પ્રમાણમાં કોરોના વધતાં વહિવટી અને પોલીસ તંત્ર સાવધાનની મુદ્રા સાથે સોશિયલ ડિસ્ટેન્સ અને માસ્ક વગર ફરતાં લોકો સામે લાલ આંખ કરાઇ રહી છે. કોરોનાથી બચવા માટે માસ્ક જ હાલમાં ઉપાય છતાં લોકો ગાફેલ જોવા મળી રહ્યા છે.આવા લોકોને પકડીને 1000નો દંડ પણ ફટકારાઇ રહ્યો છે.

આરોગ્ય અને પોલીસની ટીમ મંગળવારના રોજ એમ્બ્યુલન્સ સાથે સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે ગોઠવાઇ ગઇ હતી. ત્યાંથી માસ્ક વગર પસાર થતાં લોકોને પકડીને તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ટીમે બે કલાક સુધી આ કાર્યવાહી ચલાવી હતી. તેમાં 30 લોકો પકડાયા હતાં. આ તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. સદભાગ્યે આ તમામ 30 લોકો રેપીડ ટેસ્ટમાં નેગેટિવ આવ્યા હતાં.

કેટલાંકે ટેસ્ટ માટે આનાકાની કરી
પોલીસ માસ્ક વગર પકડેલા લોકોને આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ પાસે કોરોનાનો ટેસ્ટ કરાવવા મોકલ્યા હતાં. ત્યારે કેટલાંક લોકોએ ટેસ્ટ કરાવવાની આનાકાની કરી હતી. તો કેટલાંક લોકોએ ટેસ્ટ નહીં કરી જે દંડ થતો હોય તે દંડ લઇને જવા દેવાની વિનંતિ કરી હતી. જોકે,એક પણ વ્યક્તિને ટેસ્ટ વગર જવા દેવાયો ન હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: