મારામારી: જાફરપુરા ગામે જમીન સંબંધી તકરારમાં હથિયારો ઉછળતાં મહિલા સહિત 4 ઘાયલ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બંને પક્ષેે ફરિયાદ આપતાં પોલીસે ત્રણ મહિલા સહિત 10 સામે ગુનો નોંધ્યો

ઝાલોદના જાફરપુરામાં જમીન સંબંધી અદાવતાં બે પરિવારના લોકો વચ્ચે થયેલી તકરાર બાદ મારક હથિયારો ઉછળતાં બે મહિલા સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. આ મામલે સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ મહિલા સહિત દસ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદના ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામના વિનેશભાઇ ડામોર સહિત પરિવારના લોકો જાફરપુરામાં આવેલ ખાતા નં.2, સર્વે નં.60 વાળી જમીનમાં ઓરવાનું કામ કરતા હતા. ત્યારે બપોરના સમયે તેમના ભાઇ મહેશ ડામોર, ત્રણ ભત્રીજા ભાવેશ, જીતેશ અને યજ્ઞેશ લોખંડનો સળીયો, કુહાડી, તલવાર જેવા હથિયારો સાથે આવી અપશબ્દો બોલી જમીન મારી છે તમે કેમ ખેડો છો કહી હુમલો કરી તલવાર મારી હતી. જેથી શૈલેષભાઇને હાથના આંગળા ઉપર તથા માથામાં ઘા પડ્યો હતો. તેમજ સુરેશભાઇને તલવાર મારતાં ડાબા હાથે કાંડા ઉપર જમણા આંખની ભમર ઉપર ઇજાઓ થઇ હતી. જ્યારે રમીલાબેનને કુહાડી મારતાં હાથની આંગળી કપાઇ ગઇ હતી તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જ્યારે સામા પક્ષે પણ વિનેશ ડામોર, સુરેશ ડામોર, શૈલેષ ડામોર, રમીલાબેન ડામોર, મંજુલાબેન ડામોર તથા રતનીબેન ડામોરે લાકડીઓ, તલવાર ધારીયા જેવા મારક હથિયારો સાથે ધસી આવી મહેશ ડામોરને અપશબ્દો બોલી સર્વે નંબર 60 વાળી જમીનમાં કેમ વાવેતર કરે છે કહી કુહાડી મારી ઇજા કરી નીચે પાડી દીધા હતા. તેમજ જમણા ઘૂંટણથી ઉપરે કુહાડી મારી ઇજા કરી લોખંડની પાઇપ પગ ઉપર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે સામસામે ફરિયાદ નોંધાવતાં ઝાલોદ પોલીસે બન્ને પક્ષે ત્રણ મહિલા સહિત 10 લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: