મારામારીની અદાવતમાં હિંસક હુમલામાં 3 ઘાયલ

ભીલવાના ચાર લોકોએ હુમલો કર્યો હતો ભીલવા ગામના ચાર સામે ગુનો દાખલ

  • Dahod - મારામારીની અદાવતમાં હિંસક હુમલામાં 3 ઘાયલ

    ગરબાડામાં મારમારીની અદાવત રાખીને ભેગા થયેલા ભીલવાના ચાર લોકોએ ભેગા મળીને કુહાડી, લાકડી અને ધારિયા વડે હુમલો કરી ત્રણ વ્યક્તિઓને ઘાયલ કર્યા હતાં.

    ભીલવાના મનેસ ગણાવા, રસુલ ગણાવા, કેશુ ગણાવા અને દીતીયા ગણાવા ભેગા થઇને સવારના 10 વાગે ગરબાડાનાં સરવીન ગણાવાના ઘરે ધસી ગયા હતાં.ત્યાં જઇને તમારા કુટુંબના માણસોએ અમારા માણસોને સાંજે કેમ માર માર્યો હતો. આ મામલે બોલાચાલી થતાં સરવીનભાઇને કુહાડી તેમજ સનુ લાલુ ગણાવાને ગડદાપાટુ તેમજ લાકડી વડે માર મારીને ઘાયલ કર્યો હતો. આ સાથે જોખલાને હાથે ધારિયું ઝીંકીને જાનથી મારવાની ધમકી આપી હતી. સરવીનભાઇની ફરિયાદના આધારે ગરબાડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: