માથાકૂટ: દાહોદના કાળીયા ગામે રસ્તો કાઢવા મામલે બે જુથ વચ્ચે અથડામણ, સામસામે ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચાર વ્યકિતઓને ઈજા થતા દવાખાને ખસેડાયા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળીયા ગામે રસ્તો કાઢવા મામલે બે જુથો વચ્ચે સામસામે મારક હથિયારો ઉછળતાં ચાર જેટલા વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતા. જ્યારે આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાળીયા ગામે રહેતા રાકેશમાનસીંગભાઈ મછાર, માનસીંગ મનાભાઈ મછાર, રાજુ માનસીંગભાઈ મછાર, મહેશ માનસીંગભાઈ મછાર અને માનસીંગ ઉકેડભાઈ મછાર ગત તા.21મી માર્ચના રોજ પોતાની સાથે મારક હથિયારો સાથે તેમના ગામમાં રહેતા તુષાર કાળુભાઈ મછારના ઘરે આવ્યાં હતાં. જ્યાં બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, ‘તમે કેમ અમારી જમીનમાં રસ્તો કાઢવા માટે આવો છો?’ તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ધારીયા, કુહાડી અને લાકડીઓ વડે ભાવિન અને રાજુ મછારે તુષાર મછારને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ સંબંધે તુષાર કાળુભાઈ મછારે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષેથી રાજુ માનસીંગભાઈ મછાર દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, પોતાના જ ગામમાં રહેતા ભાવીન કાળુભાઈ મછાર, તુષાર કાળુભાઈ મછાર, શરદ રામસીંગભાઈ મછાર, રાહુલ બાબુભાઈ મછાર અને અરવિંદ વાઘજીભાઈ મછારે એકસંપ થઈ પોતાની સાથે મારક હથિયારો લઈ આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું કેમ રસ્તો કાઢવા દેતો નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ કુહાડીની મુદર વડે, લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી રાજુ અને રાકેશને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરોક્ત બંન્ને ફરિયાદોને આધારે સુખસર પોલીસે બંન્ને પક્ષો તરફથી ફરિયાદ લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: