માથાકૂટ: ‘તારો પતિ મારા ઘરે કેમ આવે છે?’ આવા શબ્દો બોલી દાહોદના આમલી ઉસરામાં મહિલા સહિત પરિવાર પર હુમલો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચાડતા ફરિયાદ નોંધાઇ

દાહોદના ગરબાડા તાલુકાના આમલી ઉસરા ગામે ઘરે આવવા બાબતે ચાર જેટલા ઈસમોના ટોળા એક વ્યક્તિના ઘરે જ ભારે હંગામો મચાવ્યો હતો. લાકડી તથા ધારીયાની પૂઠ મારી મહિલા સહિત બેને ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે.

આંબલી ઉસરા ગામે રહેતા ગીતાબેન હીરાભાઈ ડામોર તથા તેમના પરિવારજનો પોતાના ઘરે હાજર હતા. તે સમયે પોતાનાજ ગામમાં રહેતા પવા બીજીયાભાઈ હઠીલા, કાળુ શુંમલાભાઈ હઠીલા, દિવાન કાળુભાઈ હઠીલા તથા જીવન કાળુભાઈ હઠીલાનાઓ લાકડીયો તેમજ ધારીયા જેવા હથિયારો સાથે ગીતાબેન ના ઘરે આવ્યા હતા.

ગાળા ગાળી કરી ગીતાબેનને કહેવા લાગેલા કે, તારો પતિ મારા ઘરે કેમ આવે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ રમીલાબેન, ગીતાબેન અને માનસિંગભાઈને લાકડી વડે તથા ધાર્યાની પુઠ વડે માર મારી હાથે પગે શરીરે તેમજ માથાના ભાગે ઇજા પહોંચાડી ભારે હંગામો મચાવી મારી નાખવાની ધમકી આપી ટોળું ધસી ગયું હતું. આ સંબંધને ઇજાગ્રસ્ત ગીતાબેન રામાભાઇ ડામોરે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: