માંડવમાં 9 વર્ષ પહેલાં 47 લાખની લૂંટ કરનાર રાજસ્થાની લૂંટારૂની ધરપકડ

ગોધરાથી મોડાસા જતી ટ્રકને હાઇજેક કર્યા બાદ માલ લૂંટ્યો હતો દાહોદ પોલીસે પોખરણમાં ચાર દિવસનો પડાવ નાખ્યો…

  • Dahod - માંડવમાં 9 વર્ષ પહેલાં 47 લાખની લૂંટ કરનાર રાજસ્થાની લૂંટારૂની ધરપકડ

    ગોધરાથી મોડાસા જતી ટ્રકને વર્ષ 2009માં હાઇજેક કરીને 24 કલાક સુધી ફેરવ્યા બાદ તેને દેવગઢ બારિયા તાલુકાના માંડવ ગામે મુકી દેવાઇ હતી. આ ટ્રકમાંથી 3.90 લાખના 12 હજાર કિલો કાજુ, 1.20 લાખના 2 હજાર કિલો કાપડ, રોકડા 1.20 લાખ તેમજ ટ્રક મળીને કુલ 47,37,000ના મુદ્દામાલની લુંટ કરી હતી. આ અપરાધમાં રાજસ્થાનના પોખરણના ફલસુન્ડના સમીમખા ઉર્ફે છોટુ કાદરખા હિગોળજાનું નામ ખુલ્યું હતું. અવાર-નવારની તપાસ છતાં તે મળી આવતો ન હતો. ત્યારે 29મી તારીખે સમીમખા ફલસુન્ડ ગામની એક મારામારીના ગુનામાં પકડાયો હોવાની બાતમી પીએસઆઇ બી.જી રાવલને મળી હતી. આ મામલે એસ.પી હિતેશ જોયસરને જાણ કરવામાં આવતાં તાત્કાલિક અસરથી લીમખેડા ડીવાયએસપી કે.એમ દેસાઇના માર્ગદર્શનમાં પોલીસ ટીમ પોખરણ રવાના કરવામાં આવી હતી. પોલીસ ટીમ પહોચે ત્યાં સુધી સમીમખા જામીન મુક્ત થઇ ગયો હતો.ત્યારે ટીમે ત્યાં જ ચાર દિવસ સુધી રોકાઇને સમીમખાને ઝડપી પાડી દેવગઢ બારિયા લઇ આવી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: