માંગણી: દાહોદ જિલ્લાના શિક્ષકો બોર્ડની પરીક્ષા સમયે આંદોલન કરશે, માંગણીઓ ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • શિક્ષક મહાસંઘો દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના શિક્ષણ અધિકારીને લેખિતમાં આ મામલે રજુઆત કરી

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ, મહામંડળ અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના શિક્ષકો, કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતાં આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષા પહેલા ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ લડાઈમાં દાહોદ જિલ્લાના શિક્ષકો અને કર્મચારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે આ શિક્ષક મહાસંઘો દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના શિક્ષણ અધિકારીને લેખિતમાં આ મામલે રજુઆત પણ કરી છે.

પ્રાથમિક શિક્ષકોની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા બાબતે પરિપત્ર કરેલ કર્યો હતો
તેમજ લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર, અનુદાનિત શાળાઓના શિક્ષક કર્મચારીઓની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા બાબતે પ્રાથમિક શિક્ષકોના આંદોલનના સમર્થનમાં ટેકો જાહેર કરી ધરણા પ્રદર્શન વર્ષ 2019માં કર્યાં હતાં. તે સમયે ફક્ત પ્રાથમિક શિક્ષકોની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા બાબતે પરિપત્ર કરેલ કર્યો હતો. અને અનુદાનિત શાળાઓના શિક્ષક કર્મચારીઓ માટે પરિપત્ર નહીં કરી અન્યાય કર્યો હોવાના આક્ષેપો પણ અરજીમાં કરવામાં આવેલ છે.

માર્ચ 2019ની પરીક્ષાના બહિષ્કારનો આદેશ પાછો ખેંચી પરીક્ષાની કામગીરી કરી હતી
તેમ વધુમાં જણાવ્યા અનુસાર 2019ની એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની કામગીરીના બહિષ્કાર માટે આદેશ આપવામાં આવ્યો હતો. જે સંદર્ભમાં સમાધાન કરી અનુદાનિત શાળાના શિક્ષક કર્મચારીઓની પાંચ વર્ષની નોકરી સળંગ ગણવા પરિપત્ર કરવા સમાધાન કર્યું હતું. અને શિક્ષક, કર્મચારીઓ માર્ચ 2019ની પરીક્ષાના બહિષ્કારનો આદેશ પાછો ખેંચી પરીક્ષાની કામગીરી કરી હતી. જે બાબતે પોતાને અન્યાય થયો હોવાનું પણ જણાવ્યું હતું.

બીજા અને ત્રીજા હપ્તાની ચુકવણી માટે શિક્ષક કર્મચારીઓની ધીરજ ખુટી
ત્યારે પાંચ વર્ષની ફિક્સ પગારની સળંગ નોકરી ગણવા બાબતના પરિપત્ર અને સાતમાં પગાર પંચના બીજા અને ત્રીજા હપ્તાની ચુકવણી પરિપત્ર માટે શિક્ષક કર્મચારીઓની ધીરજ ખુટી છે. અને અન્યાય થયો હોવાના આક્ષેપો સાથે મે 2021માં લેવાનાર પરીક્ષામાં નાછુટકે એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષા પહેલા ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ લેખિતમાં ગુજરાતના મુખ્ય મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજુઆત કરી પોતાની માંગણીઓ વહેલામાં વહેલી તકે પુરી પાડવામાં આવે તેવી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: