મહિલા દિવસના ઉપલક્ષમાં દાહોદ નગર સેવા સદન અને ભારતીય મારવાડી મહિલા સંગઠનના સયુંકત ઉપક્રમે પિંક કાર્નિવલનું થયું આયોજન

 
 
મહિલા દિવસના ઉપલક્ષમાં દાહોદ નગર સેવા સદન અને ભારતીય મારવાડી મહિલા સંગઠનના સયુંકત ઉપક્રમે પિંક કાર્નિવલનું થયું આયોજન
મહિલા દિવસના ઉપલક્ષમાં દાહોદ નગર સેવા સદન અને અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠનના સયુંકત ઉપક્રમે દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત પિંક કાર્નિવલનું થયું આયોજન. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી  બચુભાઇ ખાબડ, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાલા, જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસર, દાહોદ નગર સેવા સદનના પ્રમુખ અભિષેક મેડા અને ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને પુલવામાં શહિદ થયેલા જવાનોને પહેલા શ્રદ્ધાંજલિ આપી પિંકાથોનની શરૂઆત કરવામાં આવી હતી.
મહિલા દિવસના ઉપલક્ષમાં દાહોદ નગર સેવા સદન અને અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠન દ્વારા પિંક કાર્નિવલ નું આયોજન દાહોદના સ્માર્ટ સીટી કાર્યક્રમના ભાગ રૂપે કર્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ સ્વામી વિવેકાનંદ ચોકથી સવારે એક પિંકથોન મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મહિલાઓ અને યુવતીઓએ પણ ભાગ લીધો હતો. આ રેલી દાહોદના સ્વામી વિવેકાનંદ ચોકથી સ્ટેશન રોડ થઈ દાહોદના વિશ્રામ ગૃહ ખાતે પૂર્ણ થઈ હતી. અને ત્યારબાદ સાડીથોન , કિડઝોન, ઝુંબા, સરપ્રાઈઝ ક્વિઝ બાળકો માટે, દાહોદ માય સ્માર્ટ સીટી દાહોદ ઉપર 15 વાક્યોમાં કોઈપણ ભાષામાં સ્લોગનો  અને ડાન્સના કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું.
આ અંગે વધુ માહિતી આપતા દાહોદ અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠનના સેક્રેટરી રશ્મિ સોનીએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન અમે ઘણા સામાજિક કાર્યક્રમો કરીએ છીએ. અને આ કાર્યક્રમ ખાસ દાહોદ જ્યારે સ્માર્ટ સીટી બનવા જઇ રહ્યું છે ત્યારે સ્માર્ટ સીટીની મહિલાઓ પણ સ્માર્ટ બને તે આશયથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સમાજ ઉત્થાનના કામો કરતા રહીશું તેવું જણાવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: