મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી અન્વયે દાહોદમાં સ્વચ્છ ભારત દિવસની કરવામાં આવી ઉજવણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ નગરમાં યોજાઇ સ્વચ્છતા રન મેરેથોન.
નગરમાં વિખરાયેલો પ્લાસ્ટીકનો કચરો વીણીને મહાનુભાવોએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ.

દાહોદ જિલ્લામાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ નગરમાં ફીટ ઇન્ડીયા પ્લોગીંગ રન મેરેથોન યોજાઇ હતી. દાહોદ નગરના સરદાર ચોક થી લઇને વિવિધ રાજમાર્ગો થઇને આ મેરેથોન ગાંધી ગાર્ડન પહોંચી હતી. દાહોદ નગરમાં મેરેથોનના આરંભ પ્રસંગે કલેક્ટર વિજય ખરાડીએ નગરજનોને સંબોધતા જણાવ્યું હતું કે સ્વચ્છતાએ આપણી પ્રથમ પ્રાથમિકતા છે, આજના શુભ પ્રસંગે આપણે સૌએ આપણા નગરને, ગામને, જિલ્લાને સ્વચ્છ રાખવાનો શુભ સંકલ્પ લેવો જોઇએ અને સ્વચ્છતાના સૈનિક બની, સરહદ પર દૂશ્મનોને સૈનિકો દૂર હટાવે છે તેમ આપણે ગંદકીને દૂર હટાવી જોઇએ. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્લાસ્ટીક મુક્ત ભારતનું જે સ્વપ્ન જોયું છે તેને સાકાર કરવું જોઇએ એ જ પૂજય બાપૂને આપણી સાચી અંજલી હશે.

આ પ્રસંગે ફીટ ઇન્ડીયા પ્લોગીંગ રન મેરેથોનને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી યોગેશભાઇ પારગી, નગરપાલિકાના પ્રમુખ શ્રી અભિષેક મેડા અને અન્ય મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. નગરના વિવિધ રાજમાર્ગો પરથી પ્રસાર થઇને આ મેરેથોન ગાંધી ગાર્ડન પહોંચી હતી. મેરથોનમાં સામેલ મહાનુભાવો અને નગરજનો દ્વારા માર્ગમાં આવતો કચરો ખાસ કરીને પ્લાસ્ટીકના કચરાને એકત્ર કરવામાં આવ્યો હતો. કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા રસ્તામાં ગંદકી ફેલાવતા દુકાનોવાળાઓને નોટીશ પણ ફટકારવામાં આવી હતી.
આ મેરેથોનનું સમાપન ગાંધી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું. જયાં મહાનુભાવો દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રધ્ધા સૂમન અર્પિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોએ સ્વચ્છતાના શપથ પણ લીધા હતા.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી તેજશ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી.બલાત ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, નગરપાલિકાના ચિફ ઓફિસર, નગરસેવકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: