મર્ડર: અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર દાહોદ પાસે હત્યા કરીને સળગાવી દીધેલી યુવાનની લાશ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

LPG પંપની સામેની બાજુમાં ડિવાઈડર પરથી યુવાનની લાશ મળી

  • મૃતક યુવકની ઓળખ હજી સુધી થઈ શકી નથી, દાહોદ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી

દાહોદ તાલુકાના નાની સારસી ગામેથી પસાર થતાં ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ LPG પંપની સામેની બાજુમાં ડિવાઈડર પરથી લાશ મળી આવી છે. કોઈ અજાણ્યા શખસે યુવકના માથાના ભાગે હથોડી જેવા સાધન વડે જીવલેણ હુમલો કરીને હત્યા કર્યાં બાદ સળગાવી દીધેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. દાહોદ તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

LPG પંપની સામે ડિવાઈડર પરથી અર્ધ બળેલી હાલતમાં લાશ મળી
દાહોદ તાલુકાના નાની સારસી ગામ પાસેથી પસાર થતાં ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત LPG પંપની સામે ડિવાઈડર પર એક વ્યક્તિની લાશ અર્ધ બળેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવકના માથામાં હાથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે આ યુવકની ઓળખ હાલ થઇ શકી નથી.

જીવલેણ હુમલો કરીને હત્યા કર્યાં બાદ સળગાવી દીધેલી લાશ મળી આવતા ચકચાર

જીવલેણ હુમલો કરીને હત્યા કર્યાં બાદ સળગાવી દીધેલી લાશ મળી આવતા ચકચાર

યુવાનના મૃતદેહને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી દીધી ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવકની લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દીધી છે, ત્યારે આ યુવકની હત્યા કોણે અને ક્યાં કારણોસર કરાઈ છે. તેની પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવકના માથામાં હાથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા

યુવકના માથામાં હાથોડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા


Related News

Comments are Closed

%d bloggers like this: