મરવા માટે મજબૂર: ધાનપુરના કુંદાવાડામા સાસુ-સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાએ કુવોમાં કૂદી જીવન ટુંકાવ્યું

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મૃતકની માતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે એક પરિણીતાને સાસુ-સસરા દ્વારા શારીરિક અને માનસીક ત્રાસ આપતાં હતા. જેથી પરિણીતાએ ગામમાં જ કુવામાં આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. આ સંબંધે પરિણીતાની માતાએ તેના સાસુ-સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુંદાવાડા ગામે વચલા ફળિયામાં રહેતી પરિણીતાને તેના સસરા ભોપતભાઈ માધુભાઈ સુવાણ અને સાસુ ગીતાબેન ભોપતભાઈ સુવાણ અવાર નવાર મેણા ટોણા મારી શારીરિક અને માનસીક ત્રાસ આપતાં હતાં. પરિણીતાને કોઇના કોઇ પ્રકારે મેણા ટોળા પણ મારી પજવતાં હતાં. પરિણીતાને આપઘાત કરવા મજબુર કરતાં પરિણીતાએ ગામમાં આવેલા કુવામાં કુદી જઈ મોત વ્હાલુ કરી લેતાં પરિણીતાના પિયરમાં માતમ છવાઈ ગયો છે. આ સંબંધે મૃતક પરિણીતાની માતાએ આ સંબંધે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: