મન્ડે પોઝિટિવ: નીમચમાં વેસ્ટ પાણીને વાળીને 200 એકર જમીનમાં ખેતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરબાડા3 કલાક પહેલાલેખક: યશવંત રાઠોડ

  • કૉપી લિંક
સંગ્રહ કરી ખેતર સુધી પહોચાડાયેલું તળાવનું વેસ્ટ વહેતું પાણી. - Divya Bhaskar

સંગ્રહ કરી ખેતર સુધી પહોચાડાયેલું તળાવનું વેસ્ટ વહેતું પાણી.

  • જમીનમાંથી મોટી માત્રામાં ફુટતું પાણી ખેડૂતો માટે સમસ્યારૂપ હતું : સિંચાઇના નામે થતો ખર્ચ શૂન્ય બન્યો

દાહોદ જિલ્લાના મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા નીમચ ગામના એક માત્ર તળાવનું પાણી તેની પાળ ક્રોસ કરીને જમીનમાંથી ફુટતુ હતું. તેથી પાળની આસપાસના ખેતરો તળાઇમાં ફેરવાતાં તેઓ પાક લઇ જ શકતા ન હતાં. આ પાણી કોતરમાં વહી જતુ હતું. આ સમસ્યાના નિરાકરણ માટે ગામના લોકોએ દેશી પદ્ધતિ અપનાવતા આજે આ વેસ્ટ પાણીથી જ 200 એકર જમીનમાં એક પણ રૂપિયાના ખર્ચ વગર ખેતી થઇ રહી છે.

કહેવાય છે કે કેટલી પણ પાળ બાંધો ‘પાણી પોતાનો રસ્તો કરી જ લે છે’ પરંતુ માણસ થોડીક ત્રેવડ વાપરી ‘પાણીને વાળી’ને તેનો સદઉપયોગ પણ કરી શકે છે. ગરબાડા તાલુકાના નીમચગામમાં વર્ષોથી તળાવનું લીકેજ પાણી વેડફાઇ રહ્યું હતું. પાણી પાળની પેલેપાર થઇ જમીનમાંથી ફુટતાં આસપાસના ખેતરો તળાઇમાં ફેરવાયેલા રહેતા હતાં. ગામના તાલુકા સભ્ય ભારતસિંહ આમલિયારે ગામ લોકોનો સાથ લઇને પાણી ઝરતુ હતું તે સ્થળે દેશી પદ્ધતિથી ગટર બનાવી તેને વાળીને એક મોટો ખાડો કરીને તેમાં ભરવાનું શરૂ કર્યુ હતું. ત્યાર બાદ એ જ પદ્ધતિથી આગળની પણ ગટર બનાવાઇ પાણી આગળ લઇ જવાયું હતું. વહિવટી તંત્રના ધ્યાને આ સમસ્યા લાવીને તેના સાથ થકી સરકારી ઇરીગેશન યોજનાની લગોલગ લોક ભાગીદારીથી ખાડા કરીને બે કિમી લાંબી બીજી એક પાઇપ લાઇન પાથરી તે ખેતરો સુધી પહોંચાડવામાં આવી હતી.

ગ્રેવીટી ફોર્સને કારણે એક પણ રૂપિયાના ખર્ચ વગર હવે પાણી દરેક ખેતરે પહોચતા ખેડૂતોને મોટી રાહત થઇ છે. તળાવનું વેસ્ટ પાણી કોતરમાં વહી જતું હોવાથી ખેતર માલિકો કોતર ઉપર પમ્પ મુકીને લાંબી પાઇપો પોતાના ખેતર સુધી લાવીને સિંચાઇ કરતાં હતાં. તેમાં સમય અને રૂપિયાનો ખર્ચ થતો હતો. જોકે, હવે તળાવના વેસ્ટ પાણીથી જ ગામની 200 એકર જમીનમાં વિવિધ પ્રકારનો પાક લહેરાઇ રહ્યો છે.એક સામાન્ય વીચાર અને ગ્રામજનોના પ્રયાસે વેસ્ટમાંથી બેસ્ટનું મોટુ ઉદાહરણ આપ્યું છે.

ખર્ચ વગર પૂરતું પાણી મળી રહે છે
ગામના તળાવની પાળમાંથી પાણી વર્ષોથી લીકેજ થતું હતું. અમે ગામ લોકોએ એક ગટર બનાવી બધું જ લીકેજ પાણી એક જગ્યાએ ભેગું કરી ત્યાં મોટી ચેમ્બર બનાવી ત્યાંથી જમીનમાં પાઈપો નાંખી ખેતરે ખેતરે વાલ્વ નાંખ્યા છે. આજે અમને વગર ખર્ચે પૂરતું પાણી મળી રહે છે.>જશવંતભાઈ હમીરભાઇ બારીઆ, ખેડૂત નીમચ

સહિયારા પ્રયાસોથી સફળ થયા
અમારા ગામના તળાવની પાળ માંથી વર્ષોથી પાણી લીકેજ થઈ કોતરોમાં નકામુ વહી જતુ હતું. તળાવના પાછળના ભાગની બધી જમીન વર્ષોથી ખેતી થતી ન હતી. લીકેજ પાણીનો સદુપયોગ કરીને વર્ષોથી જે ખેતરોમાં માંડ પાક થતો હતો ત્યાં હવે બારેમાસ ખેતી થઇ રહી છે.>ભારતસિંહ નાનાભાઇ અમલીયાર, તા. પં.સભ્ય, નીમચ

​​​​​​​ડીઝલ મશીનથી પાણી ખેંચતા હતા, હવે રાહત છે
વર્ષોથી કોતરમાંથી ડીઝલ મશીનથી કરતા હતા પણ છેલ્લા એક વર્ષથી તળાવના લીકેજના પાણીનો ઉપયોગથી કોઈપણ જાતના ખર્ચ વગર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે એમને પાણી મળી રહે છે.>વિનયભાઈ દલાભાઈ અમલીયાર, ખેડૂત નીમચ


Related News

Comments are Closed

%d bloggers like this: