મન્ડે પોઝિટિવ: દેવગઢ બારીયાના કલાકારે 1 વર્ષના લોકડાઉનમાં રતનમહાલ લેન્ડસ્કેપના 500 ચિત્રો સર્જ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • નળધા અને રોહટના જલધારા વોટરફોલના 100થી વધુ ચિત્રોનું સર્જન કર્યું

કોરોનાનું આંશિક અને પૂર્ણત: લોકડાઉન છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉનના સમયે લોકોને આર્થિક વિટંબણાઓ સિવાય પણ સમય પસાર કરવો તેની મોટી મૂંઝવણ હોય છે. ત્યારે બારીયાના કલાકારે ચિત્રકામના શોખથી પ્રેરિત થઈ રતનમહાલના જંગલમાં જે તે કુદરતી દ્રશ્યોની સામે બેસીને આ અભ્યારણ્યની વિવિધ છટાઓ ચિત્રોમાં કંડારી છે.

દેવગઢ બારીયા ખાતે પ્રભાત ટ્રસ્ટ અને ઓર્ગેનિક ફાર્મિંગ સાથે જોડાયેલા કેતનસિંહ ચૌહાણ નામે ચિત્રકારે 1 વર્ષથી નવરાશનો સદ્દઉપયોગ કરતા રંગ, પીંછી અને કેન્વાસના સથવારે રતનમહાલ જેવા અભ્યારણ્યના નળધા સ્થિત જલધારા ધોધ, પીપરગોટા, પાનમ, અલિન્દ્રા, ભુવેરો, ઉદલમહુડા, સનસેટ પોઈન્ટ, કંજેટા વગેરે સ્થળોએ જઈ ત્યાં જ ચિત્રકામનું બોર્ડ ગોઠવી કેન્વાસ ઉપર 500થી વધુ લાઈવ પેઈન્ટીંગ સંપન્ન કર્યા છે.

વિદ્યાર્થી અવસ્થાથી ચિત્રકામ કરતા કેતનસિંહે 3 -4 વર્ષ દરમ્યાન જ સર્જેલા 3000 જેટલા ચિત્રોમાં નળધા અને રોહટના જલધારા વોટરફોલના 100થી વધુ ચિત્રો સાથે રતનમહાલ સિરિઝના 500 ચિત્રોની રચના થઈ છે. મોટાભાગના ચિત્રો મોન્સુન સિઝનના લાઈવ અને લેન્ડસ્કેપ સિરીઝ પેઈન્ટીંગ તરીકે પૂર્ણ કર્યા છે. બારીયાની મોદી સ્કૂલના કલાશિક્ષક નવિનચંદ્ર બારીયાના માર્ગદર્શનમાં તૈયાર થયેલા આ કલાકારના અનેક ચિત્રો, દેવગઢ બારિયા, જાંબુઘોડા, સંતરામપુર જેવા સ્થળોના કલાભિમુખી અભિગમ ધરાવતા રાજવી પરિવારોએ ખરીદીને પોતાના મહેલોની શોભા વધારી છે.

રસમય પ્રવૃતિ છે એટલે નિજાનંદમાં ડૂબી જવાય છે
એક વર્ષમાં જ લગભગ 1000 ચિત્રો સર્જાયાનો સ્વાભાવિક આનંદ છે. સંગીત, ચિત્રકામ, સેવાકીય કર્મ આ બધા જીવનના એવા પાસા છે જેમાં વ્યક્તિને રસ પડે તો નિજાનંદમાં ડૂબી જવાય છે અને બાદમાં જે આત્મસંતોષ પ્રાપ્ત થાય છે તે આપણને માનસિક શાંતિની ચરમસીમાએ લઈ જાય છે.- કેતનસિંહ ચૌહાણ, કલાકાર

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: