મન્ડે પોઝિટિવ: દાહોદમાં 500 પ્રકૃતિપ્રેમીઓનું 1000થી વધુ વૃક્ષારોપણ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ શહેર નજીક ઉસરવાણ હેલીપેડ પરિસરમાં પ્રકૃત્તિ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. - Divya Bhaskar

દાહોદ શહેર નજીક ઉસરવાણ હેલીપેડ પરિસરમાં પ્રકૃત્તિ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

  • પ્રકૃતિ મિત્ર મંડળ અને વનવિભાગ દાહોદ ઝોનને ગ્રીન બેલ્ટ બનાવવા કટિબદ્ધ
  • મહત્તમ સંખ્યામાં વડ, લીમડા જેવા ઓક્સિજનવર્ધક વૃક્ષોના છોડ રોપાયા: દુઆ-પૂજા બાદ વૃક્ષારોપણ કરાયું

દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા ગત વર્ષોની માફક આ વર્ષે પણ શહેર નજીક ઉસરવાણ હેલીપેડ પરિસરમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મુશળધાર વરસાદ હોવા છતાં દાહોદથી આટલે દૂર ખાસ વૃક્ષારોપણ માટે આવેલા 500 થી વધુ પ્રકૃતિપ્રેમીઓના હસ્તે 1000 થી વધુ સંખ્યામાં વૃક્ષારોપણ સંપન્ન થયું હતું. હિંદુ, મુસ્લિમ, દાઉદી વ્હોરા, ખ્રિસ્તી સમાજના ધાર્મિક વડાઓની હાજરી અને આશીર્વાદમાં કંકુ- ચોખા છાંટી મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ યોજાયું.

સાથે દાહોદની આર્ટ ઓફ લીવીંગ, કેમિસ્ટ એસો., નહેરુ યુવા કેન્દ્ર, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ સહિત દાહોદની અનેક પ્રસ્થાપિત સંસ્થાઓ ઉત્સાહભેર જોડાયા હતા. કોરોનાકાળમાં સહુને ઓક્સિજનની મહત્તા જણાતા વડ, પીપળો, લીમડા જેવા રોપાઓ સાથે અનેક ફળાઉ અને ફૂલના રોપા રોપાયા હતા. આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આવનાર દરેકને તુલસીના રોપા આપ્યાં તથા નેહરુ યુવા કેન્દ્ર દ્વારા કપડાંની થેલી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ડી.એફ.ઓ. આર.એમ. પરમાર, વનવિભાગના અધિકારીઓ અને કર્મીઓ, મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી, મંત્રી શાકીર કડીવાલા, કિન્નર દેસાઈ, સુધાંશુ શાહ, પ્રીતિબેન શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. 500થી વધુ પ્રકૃતિપ્રેમીઓએ 900થી 1000 જેટલી સંખ્યામાં વૃક્ષારોપણ કરી ઉછેર થઈ જાય ત્યાં સુધી ધ્યાન રાખવા કટિબદ્ધતા દર્શાવી હતી.

વૃક્ષારોપણમાં‌ સહુ જોડાયા તે આવકાર્ય
કોરોનાકાળમાં ઓક્સિજનની જરૂરત સમજાયા બાદ સહુ લોકો આ દિશામાં જાગૃત્ત બને અને વનશ્રીના સંવર્ધનમાં સામેલ થઈ દાહોદના પર્યાવરણને હરિયાળું બનાવે તેવી અપીલ છે. આ વખતે વૃક્ષારોપણમાં દુર્લભ પ્રજાતિઓ સાથે પીપળો, વડ કે લીમડા જેવા ઘેઘુર બનતા અને ઓક્સિજનવર્ધક વૃક્ષોને વધુ પ્રાધાન્ય અપાયું છે. -નાસિર કાપડીયા, વૃક્ષારોપણ કન્વીનર

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: