મન્ડે પોઝિટિવ: દાહોદમાં બંને ડોઝ લેનારે પોઝિટિવ માતાની કાળજી રાખી પણ તેમને કોરોના ‘ના’ સ્પર્શ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

માતાની સેવા કરતા સંજીવભાઇ દેસાઇ.
- કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાયનું ઉદાહરણ
- સેવામાં રોકાયેલા ભાઇ પોઝિટિવ આવ્યા
કોરોનાની વેક્સિન કેટલી અસરકારક છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ હોય તો સિંચાઇ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે કામ કરતા સંજીવભાઇ દેસાઇ છે. થોડા દિવસ પહેલા તેમના 78 વર્ષના લકવાગ્રસ્ત માતાને કોરોના થયો અને હોસ્પીટલાઇઝ કરવા પડયા. માતા પથારીવશ હોય અને જાતે કશું કરવા સક્ષમ ન હોય સંજીવભાઇ અને તેમના ભાઇ તેમની સેવામાં રોકાયલા રહ્યા. સંજીવભાઇએ કોરોનાના બંને ડોઝ લીધે એક મહિના ઉપરાંતનો સમય થયો હતો એટલે તેમની માતા સાથે રહેવા છતાં તેમને કોરોના ન થયો.
માતાને રજા આપ્યા બાદ કરાવેલો આરટીપીસીઆર ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો. બીજી તરફ તેમના ભાઇ કોરોનાગ્રસ્ત થયા હતા. મૂળ વાત એટલી સાબિત થાય છે કે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો તે કોરોના સામે રક્ષાકવચનું કામ કરે છે અને કોરોનાથી બચાવ થાય છે.સંજીવભાઇએ જણાવ્યુ હતું કે, મારા મમ્મી 78 વર્ષના છે અને છેલ્લા 15 વર્ષથી લકવાગ્રસ્ત છે. વાચા પણ જતી રહી છે. તેઓ પથારીવશ હોય અમે બે ભાઇ અને એક બહેન તેમનું છેલ્લા પંદર વર્ષથી ધ્યાન રાખીએ છીએ.
થોડા દિવસ પહેલા મારા ભાઇને તાવ આવ્યો. મારા ભાઇ, મમ્મીના આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા મારા મમ્મી પોઝિટિવ આવ્યા અને મારા ભાઇનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાદ મહાવીર હોસ્પીટલમાં દાખલ રાખ્યા અને હું તથા મારો ભાઇ વારાફરતી મમ્મીની સંભાળ રાખવા માટે રોકાતા. મમ્મીને રજા આપ્યા ઘરે લાવ્યા પછી મેં પણ રેપીડ અને આરટીપીસીઆર બંને ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યા હતા.
પરંતુ ભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધાને એક મહિનો પૂરો થયો હતો એટલે મને વિશ્વાસ આવ્યો કે મેં વેક્સિનના બંને ડોઝ સમયસર લીધા છે તેથી જ કોરોનાનો ચેપ લાગ્યો નહી. વેક્સિનથી મને રોગપ્રતિકારક શક્તિ મળી છે. મારા અનુભવ પરથી કહું છું કે વેક્સિન મુકાવી હોય તો ઘણો ફાયદો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed