મધ્ય ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ: ભરૂચ,આણંદ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રુજી, લોકોમાં ડરનો માહોલ, દાહોદના મહુડી ગામે પતિએ શંકા કરતાં મહિલાએ આપઘાત કર્યો

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

કોસમડી ગામે CCTVમાં ભૂકંપના દ્રશ્યો કેદ થઈ ગયા હતાં.

1,ભરૂચ, આણંદમાં સહિત મધ્યગુજરાતની ધરા ધ્રુજી
ભરૂચ નજીક આવેલા વાલિયા તાલુકાના ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર છે. ભૂકંપની તીવ્રતાં 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચથી ભૂકંપનું એપી સેન્ટર 36 કિલોમીટર દૂર આવેલું છે. ભરૂચ આસપાસના વિસ્તારના લોકોએ 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે.આણંદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભરૂચમાં લોકો ઘરની બહાર દોડીને શેરીમાં વચ્ચે આવી ગયા હતાં. કોસમડી ગામ ખાતે ભૂકંપ ના દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં.

2.ભરૂચ નગર સેવા સદનમાં હોબાળો
ભરૂચ નગર સેવા સદનમાં વિપક્ષની જનતા સામાન્ય સભા કરવા આવેલા વિપક્ષના સભ્યો અને સ્થાનિકોને પોલીસે કચેરીમાં પ્રવેશવા ન દેતા હોબાળો મચાવ્યો હતો. પોલીસે પાલિકામાં પ્રવેશવાનો ગેટ બંધ કરી દેતાં વિપક્ષના સભ્યોએ પાલિકાના સંકુલમાં નીચે બેસીને જનતા સભા ચલાવી હજાર લોકોના પ્રશ્નો સાંભળ્યા હતાં.ત્યાર બાદ પાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરવા અંદર પ્રવેશવાની પોલીસ દ્વારા વિપક્ષના સભ્યોની અટકાયત કરાઈ હતી.જનતા સભા મામલે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું,ગુરૂવારે અમે સુરત ખાતે વિકાસ કમિશનરની મુલાકાત લઈને તેમને સર્ક્યુલર સભા એજન્ડા માન્ય નહિ હોવાનું જણાવી સામાન્ય સભા કરવાની રજૂઆતો કરી હતી.જનતા સભા માટે અમારી પાસે સોશ્યલ મીડિયા અને ટેલિફોનિક શહેરના ઘણા બાકી કામોના લિસ્ટ આવ્યા છે.

3. ઝાલોદના પડી મહુડીમાં પતિએ શંકા કરતાં મહિલાએ આપઘાત કર્યો
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પડી મહુડી ગામે પતિ દ્વારા ચારિત્ર હનન કરી પરપુરૂષ સાથે આડા સંબંધ હોવાનો આરોપ મૂકી અવાર નવાર મહેણાં ટોણાં મારી મરી જવા માટે દબાણ કરી મારકૂટ કરી ગુજારાતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને 22 વર્ષીય પરિણીત મહિલાએ ગામના એક કૂવામાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા છ માસથી પત્ની મનીષાબેનના ચારિત્ર્ય પર શંકા કરી મનિષાબેનના ચારિત્ર્યનું હનન કરી પરપુરૂષ સાથે આડા સંબંધ હોવાના આરોપ મૂકી મનીષાબેનને અવારનવાર મેણા ટોણા મારી મારઝુડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો રહ્યો હતો.

4. દાહોદ ડેપોએ બસના રૂટ વધાર્યા
જાહેર જનતાને અવર જવરમાં સહુલીયત મળી રહે તેવા આશય સાથે આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી દાહોદ ડેપો દ્વારા ૧૩ રૂટો ઉપર ૬૫ બસો દોડાવવામાં આવનાર છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, મુખ્ય પરિવહન અધિકારીની સુચના મુજબ તારીખ ૭ નવેમ્બરથી તા.૧૩ નવેમ્બર દરમ્યાન આદિવાસી વિસ્તારમાં ૧૫૦ જેટલી બસોનું આયોજન કરવામાં આવેલ છે.

5.ફરસાણની દુકાને રેડ કરી નમૂના લેવાયા
આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લામાં ફરસાણ, મીઠાઈ, ડેરી, વિગેરે જેવી પેઢીઓ સામે લાંલ આખ કરી અને જાહેર જનતાના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય તેવા હેતુસર કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ગાંધીનગરની ફુડ સેફ્ટી મોબાઈલ વાને દાહોદ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ધામા નાંખતા ખાદ્ય પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. આ એક અઠવાડિયાના સમયગાળા દરમ્યાન ગાંધીનગરની આ ટીમ સાથે જિલ્લાની સ્થાનીક આરોગ્ય ટીમ પણ જાેડાઈ હતી અને દાહોદ જિલ્લાના દુધ, મીઠાઈ, ફરસાણ, તેલ, વિગેરેના નમુનાઓ લેવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળ્યા અનુસાર, કેટલાક નમુનાઓના ટેસ્ટીંગ રિપોર્ટમાં હાલ ભેળસેળીયા પદાર્થ મળ્યા ન હતા પરંતુ ઘણા નમુનાઓના રિપોર્ટ લીધા બાદ તેના સેમ્પલો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે અને પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.

6.હિરેન પટેલની હત્યાનો અલગ વળાંક
ઝાલોદ પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા બાદ પાલિકાના રાજકારણથી લઈને પાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ શંકાના ઘેરામાં આવ્યા હતા. જેમાં હિરેન પટેલની હત્યાની સોપારી આપનાર અજય કલાલના નામે ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવેલી પેટ્રોલ પંપની પાછળની દુકાન પ્રકાશમાં આવી હતી. જેમાં આ દુકાનના નાણાં સાટા પધ્ધતિથી ચૂકવવામાં આવતા, પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા અજય કલાલ સહિત જેના નામે હરાજીમાં દુકાન ફાળવવામાં આવી છે તેવા રાહુલ જોધા રાઠોડને સાત દિવસમાં નાણાં ચૂકવવા અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે આ ઘટનાઓ ની સક્રિયતા એ હાલ હિરેન પટેલ હત્યાકાંડ ની તપાસ ને ઢીલી મૂકી દીધી છે. જેને લીધે પરિવાર સહિત સમાજ માં પણ પોલીસ તપાસ ને લઈને અસંતોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આ અરજી અંગે ફરિયાદ થી લઇને તપાસ માં શું થશે ? એ જોવાનું રહ્યું.

7.બોડેલીમાં જોખમે શોર્ટકટ કરતાં લોકો
બોડેલી તાલુકાના ચિખોદ્રા અને કોસિંદ્રા ગામ વચ્ચે આવેલી હેરણ નદી ઉપર બનાવેલ વર્ષો જૂનો બ્રિજ દોઢ વર્ષ પહેલા હેરણ નદીમાં ભારે પૂર આવતા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો હતો. જેને લઇ તંત્ર દ્રારા આ રસ્તા ઉપરથી અવર જવા માટે રોક તો લગાવી દીધી છે. આમ છતાં લોકો સામે કિનારે જવા શોર્ટ કટ અપનાવી જીવનું જોખમ ખેડવા મજબૂર બન્યાં છે.


Related News

Comments are Closed

%d bloggers like this: