મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાથી દાહોદ આવવાના અંતરિયાળ માર્ગો બંધ કરાયા

  • રસ્તાઓ પર માટીના ઢગ કરાયા, ગુજરાતના ફેરિયાઓને મ. પ્ર. પ્રવેશ પર પ્રતિબંધ

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 04:00 AM IST

દાહોદ. જિલ્લાને અડીને આવેલા મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વધતાં દાહોદ પ્રવેશવાના તમામ અંતરિયાળ માર્ગો ઉપર માટીના ઢગ કરીને માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતાં. આ સાથે દાહોદથી વેપાર અર્થે વિવિધ માલ સામાન લઇને ઝાબુઆ જિલ્લામાં જતાં ફેરિયાઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આવા વેપારીઓ ધ્યાનમાં આવતાં તેમને પાછા કાઢી રહ્યા છે.​​​​​​
દાહોદની સરહદ ઉપર આવેલા મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના ટોડી ગામમાં એક સાથે છ કેસ પોઝિટિવ આવ્યા હતાં. આ મામલે ઝાબુઆ કલેક્ટર પ્રબલ સિપાહા અને એસ.પી આસુતોષ ગુપ્તા સહિતની ટીમ ત્યાં ધસી ગઇ હતી. ત્યાં પરીસ્થિતિ જોતા કલેક્ટરે ગુજરાતને અડીને આવેલી બોર્ડરને સીલ કરવાનો હુકમ કર્યો હતો. આદેશના પગલે મધ્ય પ્રદેશથી દાહોદમાં પ્રવેશવાના અંતરિયાળ રસ્તા બંધ કરી દેવાયા છે. કેટલાક રસ્તાઓ ઉપર તો માટીના ઢગલા કરાયા છે. જિલ્લામાંથી મધ્ય પ્રદેશ દરરોજ માલ સામાન વેચવા માટે જતાં લોકો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા વેપારીઓ ધ્યાનમાં આવતાં તેમને પાછા કાઢી રહ્યા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: